________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪: પ્રવચન નવનીત ભાગ-૧ નિરંજન શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન અને એનું (શુદ્ધાત્માનું) ચારિત્ર-એ નિશ્ચયરત્નત્રયાત્મક. અહીં એ ત્રણેય સહિત લીધું છે ને...! એ ત્રણ થયું.
એ “નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ” નિર્વિકલ્પ સમાધિ અર્થાત શાન્તિ ઉત્પન્ન (થવી). શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક આચરણ-એનાથી નિર્વિકલ્પ સમાધિ, રાગ વિનાની શાન્તિ-એ સમાધિ (ઉત્પન્ન) થઈ. રત્નત્રયનું પરિણમન, એ સામાધિ છે. એ સમાધિ, આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. ઉપાધિ અર્થાત્ સંયોગ જેમાં નથી; વ્યાધિ અર્થાત્ શરીરમાં રોગ છે, તે ત્યાં નથી; આધિ અર્થાત્ મનમાં સંકલ્પ-વિકલ્પ છે, તે ત્યાં નથી. સંયોગ નથી, રોગ નથી, અને સંકલ્પ-વિકલ્પ નથી. આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત તે ‘આ’ સમાધિ છે; ઓલા બાવા ચડાવે તે ‘આ’ સમાધિ નહીં.
એવી જે “નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિ માત્ર.” આહા.. હા! નિશ્ચયરત્નત્રય આવું હોય ! એમ કહે છે. (તેનાથી) ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખ-જેમાં રાગરહિત, સ્વાભાવિક આનંદરૂપ સુખ-એનો અનુભવ, આ નિશ્ચયરત્નત્રયનું સ્વરૂપ છે. એ ત્રણેય વીતરાગ પર્યાય છે. અને સહજાનંદરૂપ (સુખાનુભૂતિ ) (પણ) પર્યાય છે. સ્વાભાવિક આનંદ-સુખની અનુભૂતિ માત્ર જેનું “લક્ષણ” છે, ( એવા લક્ષણ દ્વારા) “સ્વસંવેદન જ્ઞાન વડે”-સ્વ = પોતાના + વેદન, આનંદના વેદન વડે, વીતરાગી સહજાનંદના સુખના વેદન વડે-“સ્વસંવેધ”—પોતાથી વેદાવા યોગ્ય “ગમ્ય” છું. એવી નિર્વિકલ્પ સમાધિથી (“હું નિજ નિરંજન શુદ્ધ આત્મા') ગમ્ય છું. આહા.. હા! વિશેષ કહેશે....
[ પ્રવચનઃ તા. ૨૫-૧-૧૯૭૮]
આત્મા” ત્રિકાળી જેવું સ્વરૂપ છે, તેવું અનુભવમાં લેવું, તેનું નામ “(આત્મ- ) ભાવના છે. એ મોક્ષનો માર્ગ છે અને જન્મ-મરણના અંતનો ‘આ’ ઉપાય છે.
કેવો છે “આત્મા” ? ત્યાં (પાઠમાં) સમજાવ્યું છે, ભાઈ ! “સ્વસંવેધ” છે. પોતાથી વેદાવા યોગ્ય તેમ જ જણાવા યોગ્ય છે. એટલે કે કોઈ નિમિત્તથી-ગુથી કે દેવ-શાસ્ત્રથી-તે જણાવા યોગ્ય નથી. પોતાના સ્વસંવેદનથી તે ગમ્ય છે. નિર્વિકલ્પ, ઉદાસ, ત્રિકાળી શુદ્ધ ચેતનરત્ન-એની એકાગ્રતા, એનું સ્વસંવેદન અને વેદન–અનુભવ ! પોતે પોતાથી પ્રત્યક્ષ, થઈ શકે છે!
આ બધા વ્યવહારનાં, વર્તન (આચરણ) નાં બહુ લખાણ શાસ્ત્રમાં આવે છે ને...? એ બધું નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. બાકી પોતે જેવો છે, તેવો દેખનારને દેખે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com