Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 357
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 344: પ્રવચન નવનીત ભાગ-૧ અખંડ-એક-પ્રત્યક્ષ પ્રતિભાસમય”—એ ચીજનો જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રતિભાસ આવે છે. જ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય જાણવામાં આવે છે. દ્રવ્ય જાણવામાં આવે છે. હોં! દ્રવ્ય આવતું નથી. (એની) પ્રતિભાસ કહ્યો ને? “પ્રત્યક્ષ પ્રતિભાસ' - પર્યાયમાં પ્રત્યક્ષ પ્રતિભાસ, એટલે જેવો છે તેવો ખ્યાલમાં આવવો. અર્થાત્ એ આખા આત્માનો ક્ષયોપશમજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ પ્રતિભાસ આવવો. અવિનશ્વર” - જે ત્રિકાળી અવિનાશી ભગવાન (આત્મા છે), એનું ધ્યાન સમકિતી કરે છે, એને ધ્યેય બનાવીને એનું ધ્યાન કરે છે. જે ખંડખંડ જ્ઞાન પ્રગટયું, એને ધ્યેય બનાવીને (એનું) ધ્યાન કરતા નથી. તો (બીજા) ભગવાન અને ભગવાનનું ધ્યાન તો ક્યાંય રહી ગયું! (અહીં તો) પોતાની ખંડખંડ નિર્મળ વીતરાગી પ્રગટ પર્યાયનું પણ ધ્યાન નથી કરતા. ભગવાન (આત્મા) અખંડ વસ્તુ છે, (એના આશ્રયે) એકદેશ ખંડજ્ઞાન વ્યક્ત થયું છે, મોક્ષનો માર્ગ એકદેશ પ્રગટ થયો છે. પરમાત્માને તો પૂર્ણ પ્રગટ થયો છે. સમયસાર આસ્રવ અધિકારની ટીકામાં આ (વાત) બે ઠેકાણે આવે છે કે શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાનમાં હોય છે. અર્થાત્ શુદ્ધનયનો આશ્રય લેતાં પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ ત્યાં હવે શુદ્ધનયનો આશ્રય રહ્યો નથી, એટલે ત્યાં શુદ્ધનયની પરિપૂર્ણતા થઈ ગઈ અને પ્રમાણજ્ઞાન થઈ ગયું આહા. હા! એક બાજુ એમ કહેવું કે: દ્રવ્ય તે શુદ્ધનય, (અને) બીજી બાજુ એમ કહેવું કે: દ્રવ્યનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શનજ્ઞાન થયું તે એકદેશ શુદ્ધનય. અને ત્રીજી રીતે એમ કહેવું કે.) શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાનમાં હોય છે. આહા.. હા ! વાત થોડી ઝીણી આવી ગઈ છે, ભાઈ ! અહીં કહે છે કેઃ (ધ્યાતા પુરુષ એમ ભાવે છે કેઃ “શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી કે “ખંડજ્ઞાનરૂપ હું છું (-આમ ભાવાર્થ છે)” એ ક્ષયોપથમિક જ્ઞાન પ્રગટ થયું, તે ખંડજ્ઞાન છે. એ (ખંડજ્ઞાન) અખંડનું ધ્યાન કરે છે! આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના” (એટલે કે, એમાં અધ્યાત્મ અને આગમ બંનેની સાપેક્ષતા છે. તેમ જ નયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયના) અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી” (એટલે કે, બંને નયના અવિરોધપૂર્વક અને આગમ -અધ્યાત્મના અવિરોધપૂર્વક કહેવામાં આવ્યું હોવાથી “સિદ્ધ છે (-નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું.” એ અધિકાર પૂરો થયો. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 355 356 357