________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૨૫૯ વચન, કાયા, (શ્વાસ, આયુષ્ય) – જેમાં નથી, એવો અકાયિકશરીર ભગવાન આત્મા (છે)! સંસારી પ્રાણીઓને પણ અંતરમાં, અંતરની દષ્ટિના વિષયમાં એ (દશ પ્રાણ ) નથી. અને સિદ્ધોને તો (એ) વર્તમાન પર્યાયમાં પણ નથી.
-શું કહ્યું? એ સમજાણું? (ક) સંસારી પ્રાણીને અંદરમાં, અંતર દ્રવ્યસ્વરૂપ જે ભગવાન પૂર્ણાનંદનો નાથ (વિદ્યમાન છે), જે સમ્યગ્દર્શનનો વિષય છે, એમાં એ દશ પ્રાણ-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય-છે જ નહીં. અને ભવ્યત્વ-અભવ્યત્વ પણ અંદરમાં નથી. આહા.. હા ! ગજબ વાત છે !!
એક જણાએ એ પ્રશ્ન કર્યો હતો (કે) “નસિદ્ધાંતપ્રવેશિકા” માં તો “ભવ્યત્વ” ને ગુણ કહ્યો છે, તો (શું) ગુણનો નાશ થાય છે? બાપુ! એ “ગુણ” નો અર્થ “પર્યાયની યોગ્યતા” છે. એ ભવ્યજીવની યોગ્યતા છે, અભવ્યની યોગ્યતા નથી. પણ દ્રવ્યસ્વભાવ તો બન્નેના સરખા છે. “સિદ્ધસમાન સદા પદ મેરો –આવે છે...! “ચેતનરૂપ અનૂપ અમૂરતિ, સિદ્ધસમાન સદા પદ મેરો! મોટું મહાતમ આતમ અંગ, કિયૌ પરસંગ મહા તમ ઘેરૌ. ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહો ગુન નાટક આગમ કેરી.” આહા.. હા ! તાત્ત્વિક સાધન કરીને શરીરરહિત થઈ જાય છે.
એ અહીં કહે છેઃ અશુદ્ધ પારિણામિક સંજ્ઞાવાળા ભાવને “અશુદ્ધ ' કેમ કહ્યો? કે: સંસારી જીવને દ્રવ્યદૃષ્ટિમાં-દ્રવ્યમાં એ (અશુદ્ધ પારિણામિક' સંજ્ઞાવાળા ભાવ) છે જ નહીં, માટે (એને) “અશુદ્ધ' કહ્યો. અને સિદ્ધોને તો વર્તમાન પર્યાયમાં પણ નથી, માટે એને
અશદ્ધ” કહ્યો. “અશદ્ધ પારિણામિક ” કેમ કહ્યો ? – દશ પ્રાણ, ભવ્યત્વ-અભવ્યત્વય પણ “અશુદ્ધ' પારિણામિક (ભાવ) છે. સંસારી જીવની દૃષ્ટિ (જો) અંદર (સ્વભાવને) જુએ, તો વસ્તુમાં એ ભવ્ય-અભવ્ય અને દશ પ્રાણ છે જ નહીં. એ તો પર્યાયમાં છે; અંદર (વસ્તુ) માં છે જ નહીં. અને સિદ્ધ માં તો પર્યાયમાં (પણ) નથી. દ્રવ્યમાં તો બધાયને નથી. આહા. હા! અભવી જીવ હો કે ભવી.. પણ એના દ્રવ્યમાં તો એ દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વપણું છે જ નહીં. ભવ્યપણું પણ સિદ્ધમાં તો નથી, એમ કહે છે. (સિદ્ધની) પર્યાયમાં પણ ભવ્યપણું નથી. કેમકે: મોક્ષે જવાની લાયકાત, તો પ્રગટ થઈ ગઈ. હવે “ભવ્યત્વ' ક્યાં રહ્યું? સમજાણું કાંઈ ?
આહા. હા! દિગંબર સંતો ભાવલિંગી અંતરમાં અનુભવીઓ, જેને અતીન્દ્રિય આનંદ ઊછળે છે, એનું આ લખાણ છે! જગતને બેસવું બહું કઠણ.
જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વદ્રયનો અભાવ હોવાથી”-કોને? (ક) સંસારી પ્રાણીઓને “શુદ્ધ નય” થી “દ્રવ્ય” માં નથી; અને સિદ્ધોને “દ્રવ્ય ” માં તો નહીં પણ “પર્યાય” માં પણ નથી. “સર્વથા” શબ્દ લીધો છે ને.? સંસારીઓને દ્રવ્યમાં નથી અને સિદ્ધોને પર્યાય અને દ્રવ્ય બંનેમાં નથી. આહા. હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com