________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૦૧ અહીં તો કહે છે કે: “તે પર્યાય” (શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત ભિન્ન છે). શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્ય, અખંડાનંદની પ્રભુ, અંદર પૂર્ણ સ્વરૂપ, પરમાત્મા છે (છે; એ) શુદ્ધાત્મદ્રવ્યનું લક્ષણ શું? શુદ્ધાત્મદ્રવ્ય “લક્ષ્ય' છે, (તે એનું) “લક્ષણ' શું? કે: શુદ્ધપારિણામિકભાવ લક્ષણ. શુદ્ધ સહજ ભાવ ત્રિકાળ; એનું લક્ષણ છે.
આહા... હા! આવી વાતો છે!! ભગવાન અંદર બિરાજે છે. અરે! એનો મહિમા કરે નહીં. અને પુણ્ય-પાપનાં પરિણામ, બહારનાં ફળ-ધૂળ (-પૈસા, અનુકૂળતા) આદિનો મહિમા કરે ! (–એમાં તો) પ્રભુ! તારું ખૂન થાય છે. તે તારા જીવનને તો મરણતુલ્ય કરી નાખ્યું ! “કળશ ટીકા” શ્લોક-૨૮ માં છે. અરે ! પ્રભુ એમ કહે છેઃ તું પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર છો. પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલો હોવાથી, એટલે કે “રાગ મારો છે, વિકલ્પ મારો છે, દયા-દાનનો વિકલ્પ મારો છે” એવા ભાવથી, “તું” ઢંકાઈ ગયો છો. પ્રભુ એવા ભાવથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યો હતો. આહા... હા! “મરણને પ્રાસ' એટલે જાણે કે એ ચીજ (આત્મા) જગતમાં છે જ નહીં. રાગને (પોતાની) ચીજ માનીને, “આ જ હું” એમ માનીને, ભગવાન આત્મા મરણતૂલ્ય થઈ રહ્યો હતો. આહા.... હા ! “એ રાગ અને પુણ્યનાં ફળ મારાં છે, અને પુણ્ય કરતાં મને લાભ થશે” એવી દષ્ટિમાં, તારા ચૈતન્યચમત્કાર જ્યોતિ ભગવાન પરમપરિણામિકસ્વભાવભાવ શુદ્ધાત્મદ્રવ્યનું મરણ થઈ ગયું, મરણલ્ય (થઈ ગયું). આમ તો એ (શુદ્ધાત્મદ્રવ્ય ) તો (શાશ્વત) વસ્તુ છે; પણ દષ્ટિમાં એનો અનાદર અને પરનો આદર આવ્યો તો, એ ચીજ, એની દષ્ટિમાં તો છે નહીં; (તેથી તે) મરણને પ્રાપ્ત થઈ રહી હતી. તે ભ્રાંતિ, પરમ ગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. આહા.. હા! ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્માની આ વાણી છે; એ વાણીથી ભ્રાંતિ મટે છે; બીજો કોઈ ઉપાય નથી.
(અહીંયાં કહે છેઃ ) “તે પર્યાય” – મોક્ષમાર્ગની પર્યાય- શુદ્ધપારિણામિક (ભાવ) લક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે ભિન્ન છે? (કે) ભગવાન ચૈતન્યધાતુ, પરમાનંદમૂર્તિ પ્રભુ! શુદ્ધાત્મદ્રવ્ય-પદાર્થ (છે); એની પર્યાય; જે મોક્ષના માર્ગની છે “તે પર્યાય ” કથંચિત્ ભિન્ન છે. “તે (પર્યાય)” ત્રિકાળીમાં અભેદ નથી. એ ત્રિકાળી ચીજમાં અભિન્ન નથી, ભિન્ન છે. આહાહા! શરીર ભિન્ન કર્મ ભિન્ન રાગ ભિન્ન; એ તો સ્થૂળ (રીતે) ભિન્ન (છે). પણ અંદર જે મોક્ષનો માર્ગ-આત્માના અવલંબનથી પ્રગટ થયો- “તે પર્યાય” (પણ) કથંચિત્ ભિન્ન છે! શા માટે? ક્યા કારણે? કારણ શું? કેઃ “ભાવનારૂપ હોવાથી.” શું કહે છે? (ક) એ પર્યાય “ભાવના છે.
“ભાવના” અર્થાત્ વિકલ્પ નથી. ભાવના શબ્દ એ ચિંત્વનનો વિકલ્પ નથી. “ભાવના” એટલે જે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ભાવ છે; એના તરફની એકાગ્રતા.” એ નિર્વિકલ્પ-વીતરાગી પર્યાયને “ભાવના' કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com