________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૭૫ (પ્રવચનઃ તા. ૨૬-૧-૧૯૭૮)
શ્રીમદના આ ૧૭માં વર્ષ પહેલાંના-શરીરની ઉંમર ૧૭ વર્ષ, તે પહેલાં (ના) -આ શબ્દો છે. (“બોધવચન' ૧૦૮ થી ૧૧૭ સુધી) દશ બોલ છે. પહેલી આવૃત્તિમાં નહોતા, બીજી આવૃત્તિમાં છપાણા છે.
સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” પહેલો આ શબ્દ છે. સ્વદ્રવ્ય ભગવાન આત્મા; દ્રવ્ય એ કહીએ. એકલો સ્વાભાવ ત્રિકાળી, આનંદ આદિ સ્વાભાવનો પિંડ, તે દ્રવ્ય. આહા.... હા! અહીં તો “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ'... બસ ! રાગ આદિ પરદ્રવ્ય છે, એમ અહીં કેહવું છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ પરદ્રવ્ય છે, અને ભિન્ન જુઓ. સ્વદ્રવ્ય એ તો ચૈતન્યધન પૂર્ણ આંદસ્વરૂપ ધ્રુવ. એનાથી રાગાદિ બધા પરદ્રવ્ય છે, પુદ્ગલ છે; એમ કહ્યું છે ને....! સમજાય છે કાંઈ ?
શ્રીમદ્ રાજચંદ્ર નાની ઉંમરમાં – ૧૭ વર્ષની ઉંમર પહેલાં- “આ' લખ્યું છે. આત્માજ્ઞાન - આનંદનો અનુભવ તો પાછળથી ૨૪મા વર્ષે (વિક્રમ સંવત ૧૯૪૭ માં) થયો. તે પહેલાં
આ” લખ્યું: “સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” ઝીણી વાત છે, પ્રભુ! સ્વદ્રવ્ય અર્થાત્ આનંદ અને જ્ઞાન આદિ અનંત શક્તિનો પિંડ.
આકાશના પ્રદેશ અનંત છે, તેનાથી અનંતગણ ગુણ એક દ્રવ્યમાં છે, આકાશ છે લોક અને અલોક બધા અકાશના પ્રદેશ (કે જેનો) અંત નથી. , અનંત... અનંત... અનંત... જેનો પ્રદેશ છે. [ એક પરમાણુ જેટલું (ક્ષેત્ર) રોકે, તેને પ્રદેશ કહીએ. તો એવા અનંત પ્રદેશ આકાશના છે.] તેનાથી અનંતગણા ગુણ એક આત્મામાં છે. (તેમ જ) એટલા જ અનંતગણા ગુણ એક પરમાણમાં છે. પરમાણુ માં જડ (ગુણો) છે અને ભગાવન આત્મામાં ચૈતન્ય-આનંદ છે, એવા અનંત ગુણ તેમાં છે. તો કહે છે કે: અનંત ગુણનો પિંડ જ દ્રવ્ય – વસ્તુ (સ્વદ્રવ્ય) છે તેને અન્ય દ્રવ્યથી ( ભિન્ન જુઓ).
“સમયસાર” અજીવ અધિકારમાં તો એમ લીધું છે કેઃ રાગ આદિ જે વ્યવહાર વિકલ્પ ઊઠે છે તે પણ અજીવ છે. તે પુદ્ગલનાં પરિણામ છે. “એને પુદ્ગલના પરિણામ કેમ કહ્યું? ' એવો પ્રશ્ન (એક વિદ્વાને) કર્યો હતો. (સમાધાનઃ) અંતર જીન ભગાવન આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદસ્વરૂપ, તેમાંથી એ રાગ છે તે નીકળી જાય છે. સિધ્ધ ભગવમાનમાં રાગ નથી. કેમકે એનો સ્વભાવ ન હતો. પોતાના સ્વભાવમાં રાગ છે જ નહીં. તે અપેક્ષાએ ભગવાન પરમાત્માએ કહ્યું. – આ વાત એમને (શ્રીમદ્જીને) પૂર્વ ભવના જાતિસ્મરણમાં આવી હતી. તેથી આ પહેલો બોલ એમ લીધો. ભગવંત! જરી બધી શાંતિની વાત છે, પ્રભુ!
સ્વદ્રવ્ય અનંત ગુણનો પિંડ! જેમાં વ્યવહાર રત્નત્રયના વિકલ્પ પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે; એવી વાત છે !! એવા સ્વદ્રવ્ય, અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. આહા... હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com