________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭ઃ ૮૯ પછીનાં વર્ષોમાં (શ્રીમદ્દમાં) ક્યાંક આવે છે, ભાઈ ! આજ્ઞાનું આરાધન કરવું. ગુરુને આધીન રહેવું... વગેરે. પણ એ બધું વ્યવહારથી સમજાવ્યું છે. વસ્તુસ્થિતિ આ છે કે “દેવગુરુની આજ્ઞા આ છે” એવું જે લક્ષ જાય, તે પણ વિકલ્પ છે. એ પણ પરદ્રવ્ય છે; એ સ્વદ્રવ્યમાં આવતું નથી. વ્યવહાર રત્નત્રયના વિકલ્પને ધાર, એમ નથી કહ્યું. “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ” (એમ કહ્યું છે ).
ભગવાનને ધારો મગજમાં. “સમાધિશતક' માં એક બોલ આવે છે કે સિદ્ધનું ધ્યાન કરવાથી પણ આત્માનો મોક્ષ થાય છે. લ્યો! એવું આવે છે. જેમ ઝાડમાં ઝાડને રગદોળે (તો) એમાંથી અગ્નિ (પ્રગટ) થાય, એમ પોતે પોતાનું ધ્યાન કરવાથી શાંતિનો અગ્નિ પ્રગટે. (આમ ) સ્વથી કીધું. અને સિદ્ધનું ધ્યાન કરતાં પણ (મોક્ષ) થાય- “દીવે દીવો થાય , એ વ્યવહારનું વચન છે. પણ સિદ્ધ ઉપર લક્ષ જાય ત્યાં હુજી વિકલ્પ છે. આહા.. હા! અરે, આવી વાત! આ ચમત્કાર નથી? બહારના ચમત્કાર ધૂળમાં ને પૈસામાં ને..! છોકરા થાય ને વેપાર સારો ચાલે ને... માટે ગુરુની કૃપા થઈ. પણ એમાં કૃપા ક્યાં આવી?
(અરે! લોકો) પર્યાય અને દ્રવ્યના સ્વાધીનપણામાં વાંધો ઉઠાવે! આહા.... હા ! પણ ચમત્કાર તો આ કે દ્રવ્યને લઈને મારી પર્યાય થઈ છે, એમ નથી. ભડાકા છે! (અહીં તો ધ્રુવભાવ અને પર્યાયભવની સ્વતંત્રતાનો આ ઢંઢેરો છે!) આહા... હા! આ સત્ય ! સત્યને સત્યની રીતે રાખો. એમ શ્રીમમાં આવે છે કે વસ્તુને વસ્તુ તરીકે રાખો, ફેરવો નહીં, મર્યાદા ન ફેરવો! સમજાય છે કાંઈ ?
અહીં કહે છે. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, જલ્દીથી થાઓ. ધારક ક્યારે થાય? – પ્રભુ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેને પર્યાયમાં ધારીને. એનો નિર્ણય કરીને. આત્મા તો આનંદમય છે, એમ અંદરમાં-અનુભવમાં આનંદની દશાનો સ્વાદ આવે, ત્યારે એને ધાર્યું કહેવાય. એનો ધારક ત્યારે થાય.
અહીં દેવ-ગુરુ-શાસ્ત્રને ધારી રાખ, એ વાત લીધી નથી. એ તો શ્રીમદે પોતે કહ્યું છે: શાસ્ત્ર લક્ષ દેખાડી અળગાં રહે. ફક્ત લક્ષ બતાવે છે કે “અંદર જવું'. બાકી અળગાં શાસ્ત્ર શું કરે ત્યાં? આહા.. હા! ધારક-ધરનારનો ધારક-ધરનાર કરનારો-જલ્દીથી થા! ભાઈ ! આ મનુષ્યનો દેહ મળ્યો ને અવસર ચાલ્યો જાય છે.
ક્ષાયિક સમકિતી-જ્ઞાની ચક્રવર્તી રાજમાં હોય (છતાં તે) રાજમાં નથી ! રાજમાં દેખાય... કે આમ આખો દી રાજદરબારમાં સિંહાસન ઉપર બેઠો હોય; રાજાઓને આદેશ કરતો હોય કે આ કરો, આને આમ કરો, આ રાજા કેમ કામ કરતો નથી? –એ વિકલ્પ છે તે ઊઠે, હોય (ભલે). પણ અહીં કહે છે કે એને વિકલ્પને) ધાર નહીં. હવે એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com