________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪: પ્રવચન નવનીત ભાગ-૧
ત્રણ લોકના નાથ પરમેશ્વર એ કહે છે: સાંભળ તો ખરો... પ્રભુ! “અમે કેવળજ્ઞાની છીએ” એવો નિર્ણય, તને તારી પર્યાયમાં આવ્યો છે? નિર્ણય ક્યારે આવશે? કેઃ પર્યાયના લક્ષથી આવશે? અમારા લક્ષે આવશે? પર્યાય તો એક સમયની છે. એના આશ્રયે એનો (સર્વજ્ઞનો) નિર્ણય કેવી રીતે થાય? પલટતી અવસ્થા છે. છે ક્રમબદ્ધ, પણ પલટતી અવસ્થા છે. એના આશ્રયે નિર્ણય કેવી રીતે થાય ? તો એનો અર્થ અહીં એ કહે છે: “અકર્તાપણું' ક્રમબદ્ધનો નિર્ણય કરે છે. એને “અકર્તાપણા' ની બુદ્ધિ થાય છે. “અકર્તાપણાની બુદ્ધિ ' એ નાસ્તિથી વાત કરી છે. અતિથી કહીએ તો “જ્ઞાતા-દ્રષ્ટાની બુદ્ધિ થાય છે. આહા... હા.... હા.... હા! સમજાણું કાંઈ ? (ગાથાનું) મથાળું જરી સમજવા જેવું (છે).
અહીં “સમયસાર” નિર્જરા અધિકાર ચાલી રહ્યો હતો. (ઓગણીસમી વાર આ ચાલે છે). પણ હમણાં આ શિક્ષણ શિબિર છે; તો થોડી મૂળ ચીજ તો સમજે. (જગતથી આ) જુદી વાત છે. ભાઈ ! મુદ્દાની રકમ એ છે. આહા... હા! મુદ્દાની રકમ છે કેઃ
આ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્રર જગતમાં છે. –એવો નિર્ણય' પરના લક્ષે થતો નથી. પર્યાયના લક્ષ થતો નથી. સર્વજ્ઞશક્તિ છે ને...! સર્વજ્ઞશક્તિ-ગુણ છે, તો એના કારણે દષ્ટિ ઉત્પન્ન થાય છે, એમાં “નિર્ણય' થાય છે કે: “મારો (ત્રિકાળી) સર્વજ્ઞ સ્વભાવ છે. અને જગતમાં સર્વજ્ઞસ્વભાવમાંથી સર્વજ્ઞની પર્યાય પ્રગટ થઈ છે.” એ સર્વજ્ઞનો નિર્ણય થયો. એ તો સમ્યગ્દર્શન થયું. આહા... હા.... હા! “હું તો સર્વજ્ઞસ્વરૂપી છું. હું પુણ્ય-પાપના વિકલ્પ નહીં અને હું એક સમયની પર્યાય જેટલો પણ નહીં. આહા.... હા.. હા... હા! “હું તો સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ!!'
“એ જ્ઞાન-જ્ઞાયક સ્વરૂપી ” એમ કહ્યું ને...? (“સમયસાર') છઠ્ઠી ગાથામાં “જ્ઞાયક' કહ્યો. “ વિ દોઃિ અપ્પત્તો ન પમરો”- “જ્ઞાયક'. જ્ઞાયક કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો, એ શાકભાવ કહ્યો છે. ભગવાન આત્મા ભગવાન છે અને જ્ઞાયક એનો ભાવ છે. એ જ્ઞાયકભાવ
છે'. જગતમાં-મારામાં અસ્તિત્વ છે, સત્તા છે – “પૂર્ણ પ્રભુ હું છું'. આહા.. હા.... હા.. હા ! મારામાં એવો એક ગુણ નહીં પણ આવા અનંતગુણો પરિપૂર્ણ છે. છતાં, અનંતગુણની દષ્ટિ નહીં. કેમકે ગુણ-ગુણીના ભેદનું લક્ષ કરવાથી તો રાગ ઉત્પન્ન થાય છે. તો એ ગુણ-ગુણીના ભેદનો પણ વિચાર-નિર્ણય નહીં. ઝીણી વાત છે, પ્રભુ!
હું તો જ્ઞાનથી પરિપૂર્ણ છું, આનંદથી પરિપૂર્ણ છું, ઈશ્વરતાથી પરિપૂર્ણ છું, કર્તાપણાના સ્વભાવથી પરિપૂર્ણ છું, પરિપૂર્ણ વસ્તુ છું, એવા અનંતગુણોથી હું પરિપૂર્ણ છું'. એ પરિપૂર્ણ જે વસ્તુદ્રવ્ય છે તે એકરૂપ છે; (એમાં) ગુણ-ગુણીના ભેદ નથી. આહા... હા! જ્યારે એ “દ્રવ્ય” નું લક્ષ-દષ્ટિ થાય છે, ત્યારે જગણમાં સર્વજ્ઞ છે અને એણે દીઠું તેમ થશે-એવો સમકિતીને સાચો નિર્ણય થાય છે. ભાઈ ! ઝીણી વાત છે. ભાઈ ! આ તો વીતરાગ-માર્ગ છે!!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com