________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬: પ્રવચન નવનીત ભાગ-૧
એક એક ગુણ-જ્ઞાન, આનંદ ને શાંતિ-તો દરિયો; એના સ્વભાવનો ગ્રાહક થા ને... પ્રભુ! દ્રવ્યષ્ટિ કરીને તેનો ગ્રહના થા. પર્યાયદષ્ટિને છોડી છે! -એમ કહે છે.
આવી વાતું હોય અને આવો ઉપદેશ હોય; પછી માણસને એમ ( બેસવું કઠણ ) લાગે. પણ જેને હજી એવી પહેલી વ્યવહાર શ્રદ્ધાની જ ખબર નથી કે ‘આ વસ્તુ આવી છે ને આવી નથી' તેને તો આ વાતું આકરી પડે... પણ શું થાય?
અહીં તો નિશ્ચયસ્વરૂપ ભગવાન આત્મા-નિશ્ચય એટલે સત્ય-ભૂતાર્થ, નિશ્ચય એટલે શાયભાવ–તેનો ગ્રાહક થા. એને ગ્રહનારો થા. એને જાણનારો થા. તેનો જ ધારક થા. બીજું છોડી દે. કોઈ ચીજ મારે જોઈતી નથી. ગ્રાહક તો ‘દ્રવ્ય છું’ એનો ઘરાક થા. આહા... હા... હા ! છેલ્લો ‘ સાર’ છે, ભાઈ ! આ તો.
બહારની પળોજણમાં જિંદગી ચાલી જાય છે! એ દીકરા ને બાયડી ને છોકરાં ને એમાં જિંદગી (વેડફાઈ જાય છે)! પણ ભાઈ ! (એમાં ) આત્મા તારો કોઈ દી થાય ? ‘ આ બાયડી મારી '... કોની બાયડી ? કોને શું કહે છે તું? એનું (બાયડીનું) શરીર જડ છે... એ તારું છે? એનો આત્મા તો ૫૨ છે... એ તારો છે? આ મારો દીકરો છે ને... આ મારી બાયડી છે ને... આ મારા છોકરાની વહુ ને...! -પ્રભુ! આ તેં શું કર્યું? લૂંટાઈ ગયો, પ્રભુ! તું પ૨નો ગ્રાહક થઈ ગયો; પ૨નો ધણી થયો. (હવે ) સ્વદ્રવ્યનો ગ્રાહક જલ્દીથી થા, એક કહ્યું પાછું. પ્રમાદ છોડી દે બાપુ! ‘હમણાં ( આત્મા ) નહીં; ( પહેલાં ) થોડું (બીજું ) કરી લઉં. આ દીકરીઓ મોટી થઈ છે, (તેને ) પરણાવી લઉં; છોકરાં મોટા થયાં છે, (તેને ) ઠેકાણે પાડું.' –રખડવામાં! અને કહે કે ‘હજી (તો) જુવાન અવસ્થા છે.' (પણ અહીં તો કહ્યું કેઃ ત્વરા કર!)
.
(સંવત્ ) ૧૯૯૦માં વઢવાણમાં એક મુમુક્ષુને મેં કહ્યું કેઃ તમે (અહીં ) શું કરવા આવ્યા છો? તો તેણે કહ્યું કે: આમ છે ને આમ છે, અત્યારે કરી લઈએ, અત્યારે થોડુંક કરીએ તો ( ભવિષ્યમાં કામ આવે ). તો મેં કહ્યું: શું કરી લઈએ ? શું કરવું, બાપુ! એ કર્યાં રહેશે ? એ રહેશે માટે તને સંતોષ થશે, એમ છે? -ધૂળમાં ય નથી કાંઈ, બાપુ! ત્યાં (વ્યાખ્યાનમાં તો ) કહ્યું હતું કેઃ જુઓ ભાઈ! આત્માનો જ્ઞાનસ્વભાવ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો છે. પણ (જીવે ) એ રીતે જાણ્યું નહીં. પણ સમયે સમયે ક્ષણે ક્ષણે ભવ કરી, અને તે તે ભવના ભાવ અને ભવનું જાણવું ઘણું કર્યું. ‘એક સમયે બધાંને જાણવું', એવું એનું (જ્ઞાનનું ) સ્વરૂપ છે. ( પણ ) એ ( રીતે જાણવું) કર્યું નહીં. પણ ભવના ભ્રમણના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણ્યા, બીજા ભવના જાણ્યા, ત્રીજા ભવના જાણ્યા-એમ એવા ભવના (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને) જાણી... જાણી... જાણી (ભવનું જાણપણું ઘણું કર્યું). આમ આવું પરલક્ષી જ્ઞાન કર્યું. પણ તારો નાથ સર્વજ્ઞ સ્વભાવી અંદર બિરાજે છે, એનો તું ગ્રાહક ન થયો. તેં તેને પકડયો નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com