________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬: પ્રવચન નવનીત ભાગ-૧ હજી રાગ હોય. વ્યવહાર હોય છે; પણ હોય છે માટે વ્યવહાર આશ્રય કરવા લાયક છે કે આત્માને લાભદાયક છે? –એમ નથી. પરદ્રવ્યનો રાગ (શુભભાવ હોય) –એમ પણ આવે: “શુમવંવના.” અથવા અસ્થાનના રાગને છોડવા માટે શુભભાવ આવે. “પંચાસ્તિકાય” માં એવું આવે છે: અસ્થાનથી અથવા અશુભની વંચના અર્થે શુભભાવ હોય. પણ “હોય” એ માટે તે ધર્મ છે અને તે સ્વભાવનું સાધન છે અને તેના વડે સ્વભાવ પ્રાપ્ત થાય, એમ નથી.
તેથી અહીં કહ્યું: પરદ્રવ્યની ગ્રાહકતા-પરદ્રવ્યનું ગ્રહણ કરવું, ત્વરાથી તજો. આહા.... હા ! (જેમ) જેને બરાબર તૃષા લાગી હોય, ગળું સુકાતું હોય અને જ્યારે મોસંબી મળે (તો તે) ગટક-ગટક (ગળે) ઉતારે. એમ (જો તને) તૃષા-ચેતનની તૃષા લાગી હોય તો પ્રભુ! તું એક વાર પરદ્રવ્યની ગ્રાહકતા છોડ. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એની તને જ ભાવના થઈ હોય તો આ પરભાવની ગ્રાહકતા છોડી દે! ત્યારે (કોઈ) એમ કહે કે પણ એ શુભભાવ તો ક્યાંક આગળ જતાં ( આગળતા ગુણસ્થાનમાં ) છૂટે છે ! –એ પ્રશ્ન જુદી વાત છે. પણ દષ્ટિમાંથી તો છોડ!
પહેલી-ચોથી ભૂમિકામાં (–ગુણસ્થાનમાં) –સમ્યગ્દર્શનમાં (સમકિતીને) ચાહે તો દેવગુરુના સંગનો પરિચય હોય, વાણી સાંભળવાનો પરિચય હોય; પણ એ શાસ્ત્રની તરફ (તેની) બુદ્ધિ જાય છે; તેને તો “પદ્મનંદીપંચવિંશતિ' માં વ્યભિચારિણી કહી છે. આ એ સ્વદ્રવ્યને છોડીને પદ્રવ્યમાં લક્ષ જાય છે, એ રાગને વ્યભિચાર કહ્યો છે અને પ્રવચનસાર” માં પાછું એમ પણ કહ્યું છે: “શાસ્ત્રનો અભ્યાસ કરવો.' તેને એ લક્ષ રાખીને અભ્યાસ કર; પણ છે એ વિકલ્પ; એ તો છોડવા જેવો છે.
આહા. હા! આવું આકરું પડે માણસને! હવે કરવું શું? આખો દી મળે-આ કર..! તો આમાંથી નિવૃત્તિ લઈને આ કરી શકાય કે આ છોડવું, આ ન ખાવું, કંદમૂળ ન ખાવા, ચોવિયાર કરવો? પણ (અહીં) આ કહે છે કે ભાઈ! તારી ચોવિયાર ને એવી ક્રિયાઓ તો તે અનંત વાર કરી. સાંભળને-એ તો રાગની ક્રિયા છે. એ રાગને પણ ત્વરાથી (છોડ). ત્વરાથી એનો ગ્રાહક ન થા. કહે છે ને..! “પદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.” પરદ્રવ્યની પકડ છોડી દે. પરદ્રવ્યનો રાગ છે એને છોડી દે.
–આ બધાનો સાર પછી (આ બોલ પહેલા આંક ૧૦૩માં છે) છેલ્લો શબ્દ છે: “ પરભાવથી વિરક્ત થા.” છેલ્લો સરવાળો ‘આ’ છે: રાગ આદિ પરભાવથી વિરકત થા. સ્વભાવમાં રક્ત થા. “પરભાવથી વિરકત થા.” આ ટૂંકમાં બધું પાછું આવ્યું.
પુણ્યના ભાવ-દયા–દાન-વ્રતના (ભાવ) પણ પરભાવ છે. (એ) પરભાવથી વિરકત થા. અહીં (લોકો ) એ પરભાવથી આત્માનું કલ્યાણ થાય, એમ માને! હવે “એ માન્યતા” કે દી છોડ? અને આ માન્યતા પણ “આત્મામાં બેઠી” એટલે એ તો આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com