________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭ : ૯૭
તે દી એક બ્રહ્મચારી ભાઈએ મને ખાનગીમાં કહ્યું (કે) શ્રીમદ્દમાં તો લાણું હતું ને... આમ હતું... શ્રીમદ્દમાં એવી ભાષા કરી છે. મેં કહ્યું: અરે! ‘શું બોલો છો' આ બધું બાપુ ! એ વસ્તુ તો એમને (પ્રાસ ) થઈ ગઈ અને પ્રાપ્ત થઈ પછી તો પોતે જ આરાધના કરીને ચાલ્યા ગયા છે! એ તો એક ભવ કરીને મોક્ષે જશે; એમાં કોઈ દલીલને પ્રશ્ન નથી.
અહીં કહે છે: “ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.” આહા... હા... હા! (જેમ લોકો કહે છે ને કેઃ) એલા! જલ્દી લાવજે હોં! શાકનું ટાણું થઈ ગયું છે, આ રાંધવાનું ટાણું થયું છે, જલ્દી ક. જઈને પાછો ઉતાવળે લાવજે! ત્યાં ઉતાવળથી કરવાનું હોય છે. કોઈ માલ લેવા મોકલે... ત્યાં (કહે છે ને...) ઉતાવળથી લાવજે, ઝટ લાવજે, દોડીને ઝટ આવજે હોં! મોટા માણસ આવ્યા છે, દૂધમાં કેસર નાખવાનું છે... કેસર ઝટ લઈને આવજે ! (તેમ ) અહીં કહે છે કેઃ પ્રભુ ! તું ઝટ લઈને હવે જા ને અંદરમાં!
તું માલ (−સુખ) લેવા, એનો ગ્રાહક થવા (બહા૨) જાય છે! પણ માલ તો અહીં (તારામાં જ) પડયો છે. આહા... હા ! તારા અંતરમાં તો પ્રભુ! (અનંત આનંદ, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય પડયાં છે). જે સર્વજ્ઞે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યાં-મુખ્યપણે અનંતજ્ઞાન, અનંતઆનંદ, અનંતદર્શન, અનંત વીર્ય-એ ક્યાંથી આવ્યાં. પ્રભુ? તારામાં એ અનંતચતુષ્ટય પડયાં છે. ( સર્વજ્ઞને ) તો એ પર્યાયરૂપે પ્રગટયાં. પણ અહીં (તારામાં) તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-એવાં અનંત ગુણરૂપે પડયાં છે. અહીં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવથી અસ્તિ અને ૫૨થી નાસ્તિ એ ચતુષ્ટય નહીં; અહીં તો અંદરમાં જે ગુણરૂપે ચાર ચતુષ્ટય છે એ. સમજાણું કાંઈ ?
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વ-ભાવથી છે અને પરદ્રવ્ય-૫૨ક્ષેત્ર-૫૨કાળ-૫૨ભાવથી નથી, એ પણ ચતુષ્ટય કહેવાય (છે). પણ એ ચતુષ્ટય, સ્વથી છે અને પરથી નથી. (એટલી અપેક્ષા છે). પણ અહીં તો ‘સ્વ’ માં શું છે? પ્રભુ! તું અંદરમાં કેવડો છો ? –ભાઈ ! તું એક પર્યાયની ૨મતમાં, આ એક સમયની પર્યાયની રુચિમાં-સમીપમાં પ્રભુ છે–તેની પાસે ગયો નથી. આહા... હા! ત્યાં (પ્રભુ) તો અનંત ચતુષ્ટયે બિરાજમાન છે. રાજન! પ્રભુ આનંદનો નાથ-સાગર અનંત ગુણે બિરાજમાન છે, એનો ઘરાક થા ને...! એને પકડ ને..! એવો પકડ કે કોઈ દી છૂટે નહીં. આહા... હા ! સ્વદ્રવ્યનો ગ્રાહક થા-સ્વદ્રવ્યના ઘરાક જલ્દીથી થાઓ.
ઘણાં વર્ષ પહેલાં એક શેઠ સાથે આ પ્રશ્ન ઊઠયો હતોઃ કેવળી છે એ, ‘તું પુરુષાર્થ કર’ એવો ઉપદેશ કરે જ નહીં. કારણ કે સર્વજ્ઞ ત્રિલોકનાથ ત્રણ કાળને જાણે છે. એને આ ( જીવ ) ક્યારે પુરુષાર્થ કરશે એ તો ખબર છે. (તો) પછી કેવળી એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com