________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૯૫ કલાક-બે ક્લાક કાંઈક (ધર્મનું) સાંભળવા જાય; તો મળે સંભળાવનારા એવા કે અપવાસ કર... વ્રત લે, તો તને સંવર થશે. અપવાસ કર, તો તને નિર્જરા થશે અને એ સંવ-નિર્જરાથી તારો મોક્ષ થશે. આહા... હા ! લૂંટી નાખ્યો એને. અહીં તો કહે છે કે એ (વ્રતાદિ ) બધું વિકલ્પ છે; –એની રમતું છોડ પ્રભુ! તારું કલ્યાણ કરવું હોય; જીવનો ઉદ્ધાર કરવો હોય-ભવસાગરમાં ડૂબતામાંથી ઉગારવો હોય અંદરથી- (તો) સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ગ્રાહક ગ્રહણ કરનારો–સ્વદ્રવ્યને ગ્રહણ કરનારો (થા). રાગને વ્યવહારને ગ્રહણ કરનારો (તો ) અનાદિથી છે, ( હવે ) સ્વદ્રવ્યનો ગ્રાહક (થા ).
‘મોક્ષમાર્ગ પ્રકાશક' માં વ્યવહારનયને ગ્રહણ કરવા યોગ્ય કીધું છે ને...? - (ત્યાં) 6 ગ્રહણ ' કરવાનો અર્થ ‘ જાણવું' છે. જાણવાનો અર્થ જ ગ્રહણ કરવાનો છે. એમ આ વસ્તુ (સ્વદ્રવ્ય ) ને જાણ. અંદર આનો ગ્રાહક થા. રાગને હૈયરૂપે જ્ઞેય (તથા ) ભગવાન (સ્વદ્રવ્ય ) ને ઉપાદેયરૂપે જ્ઞેય ( બનાવ ). આહા... હા! વાત તો એવી છે!! સાંભળવા મળે નહીં. વાડા (સંપ્રદાય ) માં તો બધી બહારની-રખડવાની-બંધની વાતું છે.
આ અંદર શિવનો નાથ, પ્રભુ નિરુપદ્રવતત્ત્વ, આવો એ શિવસ્વરૂપ જ છે. એનો ગ્રાહક ત્વરાથી થા. એને પકડનારો ત્વરાથી થા. એને જાણનારો એકદમ થા. એ સ્વદ્રવ્યનો માલ લેવાનો ઘરાક થા !
અરે ! ક્યાં સાંભળે...? આ (શરીર) તો સ્મશાનની રાખું થાશે. બાપુ! ધૂળ-પૈસા (વગેરે) તો ક્યાંય રહી જશે. શુભરાગ ભલે કોઈ કર્યો હશે તો એ પરમાણુ બંધાણા હશે પણ (એમાં ) · એરણની ચોરી ને સોયનું દાન', એમ આખો દી પાપ... પાપને પાપ-એમાં કોઈ વખત સહેજ કલાક સત્સમાગમે સાંભળે, (તે સત્તમાગમ તો હજી કોને કહેવો, એ મુશ્કેલ છે; પણ ), એમાં કંઈક શુભભાવ થાય; તો પણ ત્યાં ‘આ એરણની ચોરી ને સોયનું દાન'... એમાં તારો ઉદ્ધાર ક્યાં છે? સમજાય છે કાંઈ ?
અહીં ( શ્રીમદ્દ ) ૧૭ વર્ષની ઉંમર પહેલાં- [ આત્માને ઉંમર ક્યાં છે? આત્મા તો અનાદિ અનંત છે.] –પોકાર કરે છે, [ અહીં ૬૦-૭૦-૮૦ (વર્ષની ઉંમ૨) થાય એને ખબર ન મળે,] કે: ‘જો તારે કલ્યાણ કરવું હોય તો સ્વદ્રવ્યનો ગ્રાહક થા. ગ્રહણ કરનાર થા. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં તેને (સ્વદ્રવ્યને) ગ્રહણ કર. જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાયમાં એ ત્રિકાળી (સ્વ ) દ્રવ્યને ગ્રહણ કર. એ ત્રિકાળીને પકડ!' તેં પર્યાયને અને રાગને પકડયા છે, એ તો (ત્રણે કાળે ) સંસાર-ભાવ છે. એ સંસાર-ભાવનો વ્યય, એ પછી કહેશે; પણ અહીં તો ‘ગ્રાહક બન’ ( એમ ) ઉત્પાદની વાત ( છે). ભલે ગમે તે (શાસ્ત્ર) વાંચ્યું, ગમે તે ધાર્યું; અને શુભરાગ પણ ગમે તે પ્રકારે થયા હોય; પણ · ગ્રાહક જીવનો (-સ્વદ્રવ્યનો) થા,' ત્યારે તારું કલ્યાણ છે. કેમકે એના (સ્વદ્રવ્ય ) જેવી સર્વોત્કૃષ્ટ કોઈ ચીજ જ નથી. આહા... હા! સિદ્ધની પર્યાય પણ એક સમયની; અને આ તો પ્રભુ અનંત પર્યાયનો પિંડ;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com