________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૧૦૧ (ત્વરાથી તો). પહેલાં તો કહ્યું હતું (કે) “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ” એની સામે (કહ્યું, “પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો”. કેમકે ભગવાન આત્માનું જ્ઞાન કર્યા વિના, જન્મ-મરણના અંત આવે (એમ) ક્યાંય નથી. લાખ ક્રિયાકાંડ કરે (પણ) એ બધી (ક્રિયા પદ્રવ્ય છે). (જ્યાં સુધી) પૂર્ણ ન હો ત્યાં (જ્ઞાનીને આવો) વ્યવહાર આવે, પણ છે એ બંધનું કારણ. અહીં તો કહે છે (ક) એ પરદ્રવ્યનો ભાવ આવે ખરો, પણ એ પરદ્રવ્યનું ધારવાપણું ત્વરાથી-જલ્દીથી છોડો. એ પરદ્રવ્યને મગજમાં-જ્ઞાનમાં ક્ષણ વાર (પણ) ન રાખો.
સમાધિશતક' માં તો એક શ્લોક આવે છે ને..! આત્માના કાર્ય સિવાય, પરકાર્યનું લક્ષ આવે એને જલ્દી છોડો. એને (પરકાર્યને) સ્મરણ ન કરો. મેં આમ કર્યું હતું ને... મેં આમ કર્યું હતું ને-એ બધા વિકલ્પને બહુ યાદ ન કરો. આત્માનાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ કાર્ય સિવાય, બીજાં કાર્યને અવકાશ ન આપો.
આહા. હા! સ્વદ્રવ્યની ધારકતા ત્વરાથી કરો અને પારદ્રવ્યની ધાકરતા ત્વરાથી તજો. સામસામે બે વાત છે. અહીં તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો શુભભાવ આવે, પણ એને ત્વરાથી તજો. એમ કહ્યું ને.. તજો, ત્વરાથી તજો; ધારકતા ત્વરાથી તજો.
ભગવાન આનંદનો નાથી પ્રભુ (સ્વદ્રવ્ય) એને ગ્રહણ કરવા, એમાં ઠરવા, એમાં રમવા (માટે ત્વરા કરો ). આહ.. હા ! કરવાનું તો આ છે. બાકી તો બધું છે એ (પરદ્રવ્ય ) છે. લોકોને આકરું લાગે છે કે અમારા (વ્યવહાર) થી નિશ્ચય થાય, એમ કહો; તમારું (સોનગઢનું ) એકાંત છે; એમ કહે છે. (પણ) સમ્યક એકાંત જ છે. આ પદ્રવ્યમાં વ્યવહાર આવી ગયો. વ્યવહારનો વિકલ્પ એ પરદ્રવ્ય છે. પરદ્રવ્યની ધારકતા ( ત્વરાથી તજો ). ધંધાના વ્યવહારની ( અહીં ) વાત નથી; એ તો પાપવ્યવહાર છે. પણ અહીં તો પુણ્યવ્યવહાર જે શુભભાવ, એ પણ સ્વદ્રવ્યથી વિરુદ્ધ છે, તેથી પરદ્રવ્યનું રક્ષાપણું ( રક્ષકતા) ત્વરાથી તજો. ત્યાં (તેમાં) તમારું કલ્યાણ છે; બાકી (અન્યથા) કલ્યાણ નથી. ખરેખર તો અસંગમાં પરના સંગ (નો) વિકલ્પ ઊઠે (તે) ભલે ને દેવ-ગુરુના સંગનો (હોય તોપણ એ પરદ્રવ્ય છે ).
આહા હા આવી વાત !! જીવને ક્યારેય સાંભળવા મળે નહીં, બાપુ! રખડી (ને) મરી ગયો. મુંબઈમાં એક પાંત્રીસ વર્ષનો માણસ, બે-ત્રણ વર્ષનું પરણેતર, માથું દુ:ખે છે” એટલું કહ્યું પછી તરત (મરી ગયો ). ( હજી તો) કંઈક આ કરશું ને... આ કરશું ને... ત્યાં જિંદગી ખલાસ થઈ જાય. પ્રભુ! ત્યારે તને અનુભવવાનો કાળ ક્યારે આવે ? હુજી “સ્વદ્રવ્ય” તે શું ચીજ છે અને એની પ્રતીતિ-પ્રથમ દષ્ટિ ક્યાં મૂકવાની છે, એવા નિર્ણય વિના, પરદ્રવ્ય તજાય શી રીતે? ધંધા-વેપારની તો વાત એક કોર રહી. એ તો પાપ છે. એને તો છોડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com