________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮: પ્રવચન નવનીત ભાગ-૧
સ્વદ્રવ્યના ધારક-ધરનારા, ધરનારનો પાછો; એમ ધારકનો-ધરનારનો કરનારો. - સ્વદ્રવ્યનો ધારક કરનારો. આહા... હા! ધારણામાં ધારણ કરવું, એ તો એક મતિજ્ઞાનનો ભેદ છે. પણ એ “ધારક” ક્યારે થાય? ક્યાં (ધારણ થાય) ? એ ચીજ જ્યારે દષ્ટિમાં આવી છે. મતિજ્ઞાનમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા (થાય) ત્યારે “ધારક' થાય છે. શું કહ્યું? ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધપણે બિરાજમાન છે, એનો ધારક થા, એનો ધરનારો થા. પર્યાયરાગને ધાર્યો છે કે આ હું છું ત્યાંથી હવે આ (ભગવાન-આત્મા) બાજુ ઢળી જા! ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્યાં બિરાજે છે તેની ધારણા કર ને.! પણ એ ધારણા થાય ક્યારે ? અંતરના-સન્મુખના અનુભવમાં થયો ત્યારે ધારણા થઈ કે આ વસ્તુ “ આવી છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
ઘણાં વર્ષ પહેલાં બોટાદમાં એક મુમુક્ષુભાઈ એ આ પ્રશ્ન કર્યો હતો કે: દેવ-ગુરુશાસ્ત્ર તો શુદ્ધ છે એ પર છે? એમ કે શુદ્ધ હોય એ આત્માથી પર કેમ હોય ? એ (દેવગુરુ-શાસ્ત્ર) શુદ્ધ છે તો તે એનામાં શુદ્ધ છે (પણ) (આ) આત્માથી તો (તે) પર છે. શુદ્ધ તો આત્માથી અભેદ હોય પણ કયો અભેદ? તારું શુદ્ધપણું તારા આત્માથી અભેદ (અભિન્ન) હોય કે એનું (દેવ-ગુરુ-શાસ્ત્રનું) શુદ્ધપણું ( તારા આત્માથી અભેદ-અભિન્ન હોય?).
અહીં તો “પરમાત્મપ્રકાશ' અને (પ્રવચનસાર') અલિંગગ્રહણ (બોલ) માં તો ત્યાં સુધી કહ્યું કે: યતિની બાહ્ય ક્રિયાનો દ્રવ્યમાં અભાવ છે. અલિંગગ્રહણના ૨૦ અર્થના ૨૦ બોલ છે. તેમાં એ ૧૭મો છેઃ [“લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ] અર્થાત્ મુનિની બાહ્ય ક્રિયાઓ એટલે કે પંચ મહાવ્રતાદિનાં પરિણામ અને નગ્નપણું વગેરે-એ બધાંનો સ્વદ્રવ્યમાં અભાવ છે. એ સ્વદ્રવ્યમાં નથી. પરમાત્મપ્રકાશ' માં એમ કહ્યું કે મોક્ષનો માર્ગ હોય (તોપણ તે દ્રવ્યમાં નથી). વ્યવહાર મોક્ષમાર્ગ તો (દ્રવ્યમાં) નથી જ. આહા.... હા ! નિશ્ચયસ્વરૂપ જે શુદ્ધ ચેતન (દ્રવ્ય) એનો નિર્ણય, જ્ઞાન અને રમણતા ( રૂપ ) એ જે મોક્ષનો માર્ગ, એવું જે મુનિનું ભાવલિંગપણું, તે પણ દ્રવ્યમાં નથી. નિર્ણય કરનારી પર્યાય દ્રવ્યમાં નથી. જાણનારી પર્યાય દ્રવ્યમાં નથી. રમણ કરનારી-ચારિત્રની પર્યાય દ્રવ્યમાં નથી. આહા.. હા! આવું વસ્તુનું સ્વરૂપ !! એ (લોકોને) આકરું લાગે.
સ્વદ્રવ્યના ધારક-ધરનારા (થાઓ). પણ ધારક ક્યારે થાય? કેઃ સ્વદ્રવ્યસન્મુખ થઈ, સ્વનું જ્ઞાન થયું (ત્યારે) તેણે ધાર્યું કે “આ તો પૂર્ણાનંદ પ્રભુ છે. આ ધારક છે. સમજાય છે કાંઇ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com