________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨: પ્રવચન નવનીત ભાગ – ૧
અહીં તો પરમાત્મા અંદર સ્વરૂપે બિરાજમાન છે.) એનો ત્વરાથી રક્ષક થા ને...! આ તારે કરવા લાયક છે, નાથ ! આ ચીજ (સ્વદ્રવ્ય) છે ને પ્રભુ! આહા.... હા ! “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” ‘ત્વરા ' માં બહુ જોર છે.
આ આત્મા જેટલો બહારમાં પ્રયત્ન કરે છે, રાગમાં પ્રયત્ન કરે છે, તેનાથી અનંતગણો પ્રયત્ન સ્વ તરફના ઝુકાવમાં (થવો ઘટે) છે કે જ્યાં પ્રભુનાં પગલાં પડ્યાં છે. ધ્રુવ.. ધ્રુવ વિદ્યમાન છે. દરેક સમયની પર્યાય ઉપરઉપર છે અને તે “ધ્રુવ પર્યાયની સમીપમાં, અંદર આખો વિદ્યમાન છે. એ અનાદિ – અનંત જે વસ્તુ છે તેને અહીં “સ્વદ્રવ્ય' કહે છે. એના રક્ષક ત્વરાથી થાઓ. બે બોલ થયા.
ત્રીજો બોલઃ “સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.”
આહા... હા! શું કહે છે? તું આત્મા ભગવાન છો ને... નાથ! પ્રભુ “પૂર્ણ વર્મ” એવા પ્રભુમાં ત્વરાથી વ્યાપક થાઓ. રાગમાં – પુણ્ય – પાપમાં – વ્યાપક થઈ રહ્યો છે. પરમાં તો વ્યાપક કદી થઈ શકતો જ નથી. જડમાં તો એનો અત્યંત અભાવ છે. એક આંગળીમાં બીજી આંગળીનો અભાવ છે ત્યારે તો એ આંગળી (જુદી) રહી શકે છે. એમ સ્વદ્રવ્ય પોતામાં રહી શકે છે!
અહીં કહે છે કેઃ રૂદ્રવ્યમાં વ્યાપક થાઓ. પ્રભુ! તું અનાદિથી પુણ્ય અને પાપના ભાવમાં વ્યાપક છો તે આવું અનંત વાર કર્યું. પુર્ણ કર્યા તો સ્વર્ગ આદિ મળ્યાં. પાપ કર્યા નો નરક મળ્યું. પરંતુ આ શુધ્ધોયપોગ અર્થાત્ સ્વદ્રવ્યમાં વ્યાપવું – (વ્યાપક થવું) – પ્રસરવું (એ કદી કર્યું નહીં). આહા.... હા! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદમાં પ્રસરી જા ને.... પ્રભુ! તારું પુણ્ય અને પાપના વિકારમાં પ્રસરવું, એ તો અનાદિ કાળનો સંસાર છે. સમજાય છે કાંઈ ? તો હવે સ્વદ્રવ્યના વ્યાપક; વ્યાપક પણ ત્વરાથી થાઓ. જલ્દીથી જલ્દી કર..! સમય માત્રનો પ્રસાદ છોડી દે, નાથ !
તારી શક્તિ અંદરમાં (પૂર્ણ છે.) “નાથ” કોને કહીએ? કે પોતાનું જેવડું સ્વરૂપ છે એની રક્ષા કરે; અને પર્યાયમાં અપૂર્ણતા છે ત્યાં પૂર્ણતરી પ્રાપ્તિ કરે; એનું નામ “નાથ” યોગક્ષેમનો કરનાર – કરવાવાળાને “નાથ” કહે છે. જે પર્યાય અંદર સ્વરક્ષાથી ઉપજી – સ્વવ્યાપકથી થઈ, એટલી તો રાખે. એ પણ હજી પૂર્ણ જ્ઞાન અને વીતરાગ થયો નથી. એનાથી પણ વ્યાપક થઈને (અંદર) જામે, એનું નામ ક્ષેમ કહેવામાં આવે છે; એને નાથ કહેવામાં આવે છે.
પ્રભુ! તું નાથ છો ને...તારામાં સ્વસ્વામીત્વમયી સંબંધશક્તિ અંદર પડી છે ને...તારે પરની સાથે સંબંધ છે જ નહીં, પ્રભુ! એ તો તે માની રાખ્યું છે. આ માન્યતા તો અનાદિથી – અનંત કાળથી છે.
અહીં તો કહે છે. : “સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.” વ્યાપક અર્થાત્ પ્રસરવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com