________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮ - ૧૧૭: ૮૩ જેમ પાણી છે તેમાં તરંગ ઊઠે છે; તેમ ચૈતન્યમૂતિ ભગાન આત્મામાં એકાગ્ર થઈને વ્યાપક થવાથી આનંદ અને જ્ઞાનના તરંગ ઊઠે છે, તે જ પર્યાયને વ્યાપક કહેવામાં આવે છે.
આહા... હા! રાગ અને પુણ્ય - પાપનો વ્યાપક તો પ્રભુ! અનંત વાર થયો, નાથ! તારા જન્મ – મરણનો અંત આવ્યો નહીં, નાથ ! અહીં તો જન્મ-મરણના અંતની વાત છે. પ્રભુ તો ફરમાવે છે. જલ્દી કર ને... પ્રભુ ! પૂર્ણાનંદના નાથમાં વ્યાપીજા ને...! તેમાં પ્રસરી જા ને....! તેમાં વ્યાપક થઈ જા ને ! તને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે અને તને શાંતિ મળશે. એ આ “સ્વદ્રવ્યના વ્યાપક” કહેવાનો અર્થ છે.
વિશેષ કહેશે....
***
સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યના બોલ [ પ્રવચનઃ તા. ૨૭-૧-૧૯૭૮]
પહેલો સિધ્ધાંત તો એ છે કે એક દ્રવ્યથી અન્ય દ્રવ્યને કંઈ પણ સંબંધ નથી. એક દ્રવ્ય અને બીજા દ્રવ્યને તન્ન ભિન્ન ભિન્ન જુઓ. એનો અર્થ શું થયો? કે: આ આત્મદ્રવ્યને અને દેવ-ગુરુ-શાસ્ત્રને પણ ભિન્ન ભિન્ન જુઓ, એમ થયું ને... ? દેવ – ગુરુ-શાસ્ત્ર – ત્રિલોકનાથ તીર્થકર, એની વાણી, શાસ્ત્ર રચનાર ગુરુ – એ પર દ્રવ્ય છે. તો કહે છે. : “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” – એમાં શું કહ્યું? એક જ વાત છે. (ભલે) નિમિત્ત હોય; (પણ) તે શું કરે છે, પરમાં કાંઈ કરી શકે છે? ચમત્કાર તો અહીં એનો છેઃ સ્વદ્રવ્યને અન્ય દ્રવ્યથી ભિન્ન જુઓ!
હવે એક ન્યાયથી આ લઈએ કે જમીનને અડીને પગ ચાલે છે? કે ના. પગ જમીનને અડતો નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યથી ભિન્ન ભિન્ન જુઓ. ભાઈ ! આવી વાતું છે!!
સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.” એનો અર્થ શું થયો? – એક પરમાણુ ને પણ બીજા પરમાણુથી ભિન્ન જુઓ. અહીં તો સ્વદ્રવ્યની વાત લીધી છે. સ્વદ્રવ્ય એટલે વસ્તુ. “વસ્તુ” કોને કહીએ? કેઃ પૂર્ણ આનંદકંદ અનંત ગુણનો પિંડ તે “સ્વદ્રવ્ય'. રાગ અને વિકલ્પ એ અહીં સ્વદ્રવ્ય નહીં. આવી ચમત્કારી વસ્તુ છે !
હવે ચમત્કાર ક્યાં જોવા જેવો છે? એને બહારમાં આ પૈસા મળ્યા – ધૂળ મળી; આશીર્વાદ મળે અને વાંઝિયાને દીકરો થયો. આમ થયું, – બધાંયે ખોટેખોટા ગપ્પા!
આહા... હા! એક દ્રવ્ય - સ્વદ્રવ્ય – અનંત ગુણનો પિંડ, શુધ્ધ ચૈતન્યધન, આનંદકંદ જે સમ્યગ્દર્શનનો વિષય – એવું સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. એમાં કેટલું સમાવ્યું છે !! એક સ્વદ્રવ્ય અને બીજાં (પર) દ્રવ્ય, ભલે ને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com