________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૬-૩૦૮: ૬૭
પાંચેય ઇન્દ્રિયોનો વિષય-વ્યાપાર, એનાથી ‘હું’ રહિત છું. આહા... હા ! ( ‘ સમયસાર ’) ૩૧-ગાથામાં આવી ગયું છે ને...! ઇન્દ્રિય કોને કહેવી ? જિતેન્દ્રિયમાં ઇન્દ્રિય કોને કહેવી ? આ જડ ઇન્દ્રિય છે પાંચ. (આ-સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ.) અને ભાવેન્દ્રિય છે (જે) એક એક વિષયને જાણવાનો ક્ષયોપશમનો અંશ (છે તે.) અને ઇન્દ્રિયથી જણાય તેવી ચીજોને પણ ઇન્દ્રિય કહી છે. આહા... હા! ગજબ વાત છે!! ભાઈ! લોકોને આકરું પડે (કે) સ્ત્રી, કુટુંબ, પરિવાર પણ ઇન્દ્રિય; અને દેવ, ગુરુ અને શાસ્ત્ર પણ ઇન્દ્રિય ! આહા... હા ! ( પોતે ) ‘ ભગવાન ’ તો (દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય તથા ઇન્દ્રિયના વિષય) –એ ત્રણેય ઇન્દ્રિયથી અધિક, ભિન્ન-જુદો પરિપૂર્ણ છે.
જિજ્ઞાસાઃ સિદ્ધ થાય ત્યારની (આ) વાત છે... ને ?
સમાધાનઃ અહીં અત્યારની વાત છે. એ (આત્મા) છે જ એવો! એવો જ છે. જેવો છે તેવો જાણવામાં આવે, અનુભવમાં આવે તો પછી સિદ્ધ થાય ને..? એ વિના, સિદ્ધ ક્યાંથી થાય ? આ ( આત્મા ) તો અત્યારે શું... ત્રણેય કાળે આવો (પરિપૂર્ણ) છે.
છેલ્લે પાઠમાં ) આવશે: ત્રણે લોકમાં, ત્રણે કાળે સર્વ જીવ આવા (પરિપૂર્ણ ) જ છે. ભાઈ! ત્રણે કાળે આમ છે. ત્રણે લોકમાં આમ છે અને સર્વ જીવ આમ છે. -એમ એને પોતાને જણાતાં, બધાય જીવો, ભગવાન પૂર્ણાનંદના નાથ, સ્વસંવેદનગમ્ય છે. એવા જ એ બધા જ જીવો છે. ભલે અભવી ( જીવ ) એ ( આત્માને ) સ્વસંવેદનગમ્ય કરી શકે નહીં, પણ વસ્તુનો સ્વભાવ તો એવો છે.
આહા... હા! પાંચ ઇન્દ્રિયના વિષયમાં તો ભગવાનની વાણી પણ છે. લોકોને એ આકરું પડે છે કે એને-ભગવાનને અને વાણીને ને ૫૨ને-તમે (સોનગઢવાળા ) ઇન્દ્રિય કહો છો ! (પણ ) બાપુ! ભગવાન (એમ ) કહે છે. ભાઈ ! (‘સમયસાર’) ૩૧મી ગાથામાં પોતે ભગવાન એમ કહે છેઃ હું અને મારી વાણી (ભગવાનની વાણી એ નિમિત્તથી કહ્યું) એને તો અમે ઇન્દ્રિય કહીએ છીએ. અને તું છો અણઇન્દ્રિય. તો ઇન્દ્રિય દ્વારા અણઇન્દ્રિય પમાય ? –એમ હોઈ શકે નહીં.
આહા... હા! આ એકદમ સાર-માખણ છે. આત્માના આંતરઅનુભવ અને જ્ઞાન વિના, એવાં તો અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કર્યાં, ક્રિયા-કાંડો કર્યાં, પણ એથી શું? -એ (તો ) સંસાર
છે.
આહા... હા ! આવો જે (પરિપૂર્ણ) આત્મા, તે પાંચ ઇન્દ્રિયોના વિષયના વ્યાપરથી રહિત છે. ભગવાનની ) વાણી કાને સાંભળવી અને ભગવાનના રૂપને આંખથી જોવું- એવા ઇન્દ્રિયના વિષયના વ્યાપારથી પ્રભુ (આત્મા) રહિત છે. આહા... હા! આવી વાત છે ! ! ( જીવોને ) નવરાશ ન મળે; અને પોતાની કઈ ચીજ છે, એ સાંભળવા મળે નહીં, સમજવા મળે નહી; અરે! ક્યાં જાય...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com