________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૫
( બહેનશ્રીનાં વચનામૃતમાં ) એ શબ્દ છે ને...! —“ જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય જ”. આહા... હા... હા! ‘જાગતો જીવ' –જ્ઞાયક-૨સ, જાણનસ્વભાવ, ‘ઊભો ’ અર્થાત્ ધ્રુવ છે, તે ક્યાં જાય? અહીં કહે છે કેઃ એ (ધ્રુવ ) પર્યાયમાં આવે? રાગમાં આવે ? આહા... હા ! એ પ્રભુ ક્યાં આવે, ક્યાં જાય ? એ તો ધ્રુવ ભગવાન અંદર નિત્યાનંદ અવિનાશી પ્રભુ, આદિ-અંત વિનાની ચીજ. અંતરાત્મા, એ અવિનાશી પ્રભુ! –એને અહીંયાં ‘ક્ષણિકમાત્ર નથી ' એમ કહે છે.
આહા... હા ! ક્યાં લઈ જવું છે? આહા... હા! નિમિત્તથી ઉઠાવી દીધા. તારામાં નિમિત્ત નથી. દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ, એ વિકાર છે; એ પણ તારામાં નથી. અને નિર્મળ પર્યાય છે, એ પણ તારી ધ્રુવ ચીજમાં નથી. આહા... હા? સમજાય છે કાંઈ? વાત સૂક્ષ્મ છે. સમજવામાં કઠણ પડે, પણ વસ્તુ તો એવી છે. એ વિના જન્મ-મરણના અંત નહિ આવે, ભાઈ ! આહા... હા! એક મુમુક્ષુ કહેતો હતો કેઃ ‘આ કર્યે જ છૂટકો, બાકી બધું તો થોથાં છે.’
અંતર ભગવાન આત્મામાં બે પ્રકાર: એક, ત્રિકાળી ધ્રુવ; અને બીજો, વર્તમાન પર્યાય. ત્રીજી ચીજ તો એમાં છે જ નહિ. શરીર એ તો બધાં માટી-ધૂળ-જડ. બાયડી-છોકરાં-કુટુંબ, એ બધાં તો ૫૨ છે. એ તો બધાં એના કારણે આવ્યાં છે અને એના કારણે રહે છે; તારામાં નથી, અને તારાં છે નહિ. આહા... હા! અંદર હિંસા-જૂઠું-ચોરી-વિષય-ભોગ-વાસના, પ્રભુ! એ તારાં નથી, અને એ તારામાં નથી... હોં! અને અંદર દયા-દાન-વ્રત-ભક્તિ-તપ-પૂજા-યાત્રાભગવાનના નામસ્મરણના ભાવ, એ પણ પુણ્યભાવ છે, પ્રભુ! એ તારી ચીજમાં નથી. આહા... હા! પણ અહીં તો કહે છે કેઃ પ્રભુ! તારી ચીજમાં ક્ષણિક નિર્મળ પર્યાય, એ પણ તારી ચીજમાં નથી. આહા... હા... હા! સમજાય છે કાંઈ ?
જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં જા... ને! પર્યાય ક્ષણિકને, ત્યાં (ધ્રુવમાં ) લઈ જા... ને! ક્ષણિક પર્યાય ઉપર નજર ન કર! આહા... હા... હા ! ભાઈ ! આવી વાતો છે!! બહુ ઝીણી. રૂપિયા બધા ભેગા થાય કોડ ને... બે કરોડ ને... પાંચ કરોડ ને... ધૂળ કરોડ! ત્યાં રાજી રાજી થઈ જાય કે અમે...! અરે મરી ગયો...! સાંભળ... ને ! રૂપિયા શેના ? બાપુ ધૂળ છે. આહા... હા !
અહીં તો ભગવાન તીર્થંકરદેવ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, મોટા અસંખ્ય (દેવોના ) અર્ધલોકના સ્વામી ઇન્દ્રની સમીપમાં આમ કહેતા હતાઃ પ્રભુ! તું કોણ છો? કેટલો લો છો ? કેવડો છો ? એ તારી વર્તમાન પર્યાય ચાલે છે તેટલો તું નથી. આહા... હા ! (ધ્રુવ અને વર્તમાન પર્યાય ) –એ વચ્ચે અત્યંત અભાવ. આહા... હા... હા! સમજાય છે કાંઈ? ક્ષણિક-વ્યકિતપ્રગટતા-આત્માની પર્યાય, જે પર્યાય ક્ષણિક-પ્રગટ છે. અહીં તો ‘નિર્મળ' પ્રગટ લેવી છે. ‘વિકાર’ તો ‘ભાવકભાવ' માં આવી ગયા. (બીજા બોલમાં ) એ તો કાઢી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com