________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮: પ્રવચન નવનીત ભાગ-૧
એ કઈ અપેક્ષાએ? કયા નયનું વાક્ય છે? –એ જાણવું જોઈએ. એકલું જ પકડે કે, તે ઠેકાણે ચુંબન કહ્યું કે અહીં ચુંબનની ના પાડી ! પણ કયા ચુંબનની ના પાડી? પદ્રવ્યના ચુંબનની ના તો બધામાં રાખી જ છે. ત્રણકાળ-ત્રણલોકમાં કોઈ પદાર્થ કોઈ (બીજા) પદાર્થને સ્પર્શતો નથી. સમજમાં આવ્યું?
પણ અહીં તો એનાથી વિશેષ અંદરમાં લેવું છે. “અવ્યક્ત” ને સિદ્ધ કરવું છે ને..? અવ્યક્ત” ને, હે શિષ્ય! તું જાણ. તારી પર્યાયમાં “અવ્યક્ત” ને તું જાણ. એ “અવ્યક્ત' દ્રવ્ય કેવું છે? કેઃ જે પર્યાયને સ્પર્શતું નથી, એવું છે). આહા... હા.... હા.. હા! આ તો વસ્તુની સ્થિતિ છે!! સમજાયું?
આ આત્મા જે છે તે, શરીર-કર્મ-વાણી-મન-દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પરચીજને, તો ક્યારેય સ્પર્શતો જ નથી. કેમ કે, પરમાં અને સ્વમાં અત્યન્ત અભાવ છે, એક વાત. હવે અહીં પર્યાયને પણ દ્રવ્ય સ્પર્શતું નથી. પર્યાય જાણે છે-દ્રવ્ય અને પર્યાય-બન્નેને. સમજાણું કાંઈ? ઝીણી વાત, ભાઈ ! વીતરાગમાર્ગ ઘણો સૂક્ષ્મ !!
ભગવાન આત્મા દ્રવ્ય, ત્રિકાળી વસ્તુ આનંદકંદ પ્રભુ! પોતાની એક સમયની નિર્મળ પર્યાય, જે મોક્ષમાર્ગની પર્યાય છે; (મલિન પર્યાયનો નિષેધ તો કષાયમાં ગયો) તેને સ્પર્શ કરતો નથી તેને અડતો નથી-એમ કહીને, “અવ્યક્ત” સિદ્ધ કરવું છે. “અવ્યક્ત” જે દ્રવ્ય છે, તે પર્યાયને સ્પર્શતું નથી. તે કારણે તેનાથી (પર્યાયથી) ભિન્ન, તે (દ્રવ્ય) “અવ્યક્ત' છે. આહા.. હા.... હા! “અવ્યક્ત” છે, તે “વ્યક્ત ને સ્પર્શતું નથી; તે કારણથી, “વ્યક્ત” થી “અવ્યક્ત' ભિન્ન છે. આહા... હા... હા! સમજાણું કાંઈ ? બહુ ઝીણી વાત છે, બાપુ!
ધર્મની પહેલી સીડી–મોક્ષમહેલની પહેલી સીડી-એ સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો સમ્યગ્દર્શનનો વિષય “અવ્યક્ત” છે, એમ સિદ્ધ કરવું છે. આહા.... હા.. હા! સમજાણું કાંઈ ? એ સમ્યગ્દર્શન છે પર્યાય. અને પર્યાયમાં પ્રતીતિ થાય છે. એ તો “ચિવિલાસ” માં કહ્યું ને..! કે: અનિત્ય, નિત્યનો નિર્ણય કરે છે. છતાં નિત્ય, અનિત્યને સ્પર્શતો નથી. આહા.... હા... હા !
દેહ, મન, વાણી, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ-કાઠિયાવાડ કે દક્ષિણ કે ફ્લાણો દેશ અમારો છે-એ કોઈ તારા છે જ નહીં. એ તો (કોઈ ) તારી ચીજમાં છે જ નહીં; અને તારાં પણ નથી. “એ મારાં છે” એવી મમતાનાં પરિણામ પણ તારી ચીજમાં નથી; તે તો નથી પણ તારી ચીજનું જ્યાં ભાન થયું કે તારી ચીજ “આ જ્ઞનાનંદ-સહજાનંદસ્વરૂપ પ્રભુ છે' -એવું જ્ઞાન (જ્યાં) પર્યાયમાં થયું ત્યાં પર્યાયનું પણ જ્ઞાન થયું અને (તારી ચીજ) અવ્યક્ત' નું પણ જ્ઞાન થયું તો પણ, “અવ્યક્ત” “વ્યક્ત” ને સ્પર્શતો નથી. આહા... હા... હા? સમજાયું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com