________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪: પ્રવચન નવનીત ભાગ-૧
સમાધાન: બાકી કોણ? એ પર્યાયનું સ્વરૂપ જ એ છે. “સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી; શેય શક્તિ (દશા) દુવિધા પરગાસી, નિજ રૂપા પર રૂપા ભાસી.” તો શેય- “સ્વપ્રકાશક' - પર્યાયમાં જાણવામાં આવે જ છે. આહા... હા.... હા ! જે પર્યાયમાં (જ્ઞાયક) જાણવામાં આવે છે, તે તરફ, (અજ્ઞાનીની) દષ્ટિ-દષ્ટિની સ્થિતિ-નથી. અને એ દષ્ટિ, વર્તમાન પર્યાય અને રાગ ઉપર હોવાથી, જાણવામાં ( જ્ઞાયક ) આવતો હોવા છતાં (જ્ઞાયકને ) જાણતો નથી- એમ માને છે. આવી વાત ઝીણી છે, ભગવાન! ત્રણ લોકના નાથ બિરાજે છે. જુઓ ને...! આહા.. હા ! અહીં આ વાત છે, બાપુ!
અહીં આ તો કહ્યું: પર્યામાં મિશ્રિત જ્ઞાન તો થાય છે. કહ્યું કે નહિ? કેઃ પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન અને પર્યાયનું જ્ઞાન તો થાય છે છતાં, દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. જેમાં પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાનની પર્યાયને, દ્રવ્ય સ્પર્શનું નથી. આહા... હા... હા! ગજબ વાત છે ને...!! “આ તો થોડું લખ્યું ધણું કરીને જાણજો ” એવી વાત છે!
એક સમયમાં, જેનું લક્ષણ “સ્વ-પર પ્રકાશક' એ લક્ષણ ક્યાં જાય? આહા... હા.... હા ! બેનમાં (“બહેનશ્રીનાં વચનામૃત' માં) પણ આવ્યું ને...! “ક્યાં જાય” ? “જાગતો જીવ ઊભો છે”. –ધ્રુવ છે. (“તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ.”).
અહીં કહે છે કે: જાગતી પર્યાયમાં, જાગતા જીવનું જ્ઞાન થાય છે ને...? છતાં, અનાદિથી તારી દષ્ટિને તું પર ઉપર રાખીને, પર્યાયમૂઢ થઈ ગયો છે-પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં, પર્યાયમૂઢ થઈ ગયો છે. આહા... હા.. હા! આવી વાત છે, બાપુ! “આ” વસ્તુ તો આવી છે !!
એ અહીં કહે છે. માટે (આત્મા) “અવ્યક્ત” છે. સિદ્ધ તો “અવ્યક્ત કરવાનું છે. હોં! વ્યક્ત” અને “અવ્યક્ત” નું જ્ઞાન બતાવીને સિદ્ધ તો “અવ્યક્ત” કરવાનું છે.
આ “અવ્યક્ત” છે-એ ઉપાદેય લેવું છે. “(અવ્યક્ત) ઉપાદેય છે.” પર્યાય ઉપાદેય કરવાવાળી છે જેને, દ્રવ્ય સ્પર્શતું નથી; જેને, દ્રવ્ય અડતું નથી. એ પર્યાયમાં, “આ” (“અવ્યક્ત ને) ઉપાદેય માનવાનું છે. આહા... હા. હા!
સમજાય એવું છે. હોં! ભાષા તો સાદી છે. આમાં કાંઈ શાસ્ત્રના ભણતરની બહુ જરૂર નથી. આ તો અંતરની રુચિના પોષાણની વાત છે.
આ પાંચમો બોલ થયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com