________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૫
“અવ્યક્ત” બોલ: ૬ ( પ્રવચનઃ તા. ૨૩-૧-૧૯૭૮)
સમયસાર' ગાથા-૪૯. “અવ્યક્ત” ના છ બોલ. પર્યાયથી ભિન્ન જે ચીજ છે તેને અવ્યક્ત” કહેવામાં આવે છે. તે શુદ્ધ છે; તે જ આદરણીય અને ઉપાદેય છે. એનો વિસ્તાર, આ અવ્યક્ત” ના છ બોલમાં કહ્યો છે.
પાંચ બોલ તો ચાલ્યા. ઝીણી વાત છે, ભાઈ ! ધર્મ આવી ચીજ છે !! પોતાની પર્યાયમાં-જ્ઞાનની પર્યાયમાં-પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન એકસાથે થવા છતાં, “વ્યક્ત” ને તે (અવ્યક્ત) દ્રવ્ય સ્પર્શતું નથી. આહા... હા... હા! પર્યાયને તે દ્રવ્ય અડતું નથી. એ ચીજને
અવ્યક્ત” કહીએ. ભગવાન આત્મા નિત્યાનંદપ્રભુ જે વસ્તુ સ્વરૂપ ત્રિકાળ છે; તે અહીં “અવ્યક્ત' કહેવામાં આવ્યો છે. ગમે તેટલા શબ્દ હોય, પણ અવ્યક્ત” બતાવવો છે; (તે) જાણવામાં આવે છે. પર્યાયમાં. નિર્મળ પર્યાય-અવસ્થામાં.. હોં ! આહા... હા.... હા! નિર્મળ પર્યાય “વ્યક્ત” છે, “બાહ્ય” છે; તેને દ્રવ્ય, જે ત્રિકાળ છે તે સ્પર્શતું નથી. છતાં વ્યક્તમાંપર્યાયમાં, તે (અવ્યક્ત) દ્રવ્યનું જ્ઞાન અને એનો અનુભવ આવ્યા વિના રહેતો નથી. આહા... હા !
(આ) અનુભવને દ્રવ્યનો ધ્રુવનો અનુભવ પણ કહેવામાં આવે છે. કારણ કેઃ ધ્રુવ તો ધ્રુવ છે. અનુભવ તો પર્યાયમાં થાય છે. પણ પર્યાય પર તરફના લક્ષે રાગનો અનુભવ અનાદિથી કરે છે; તે (બહિર્લક્ષી) પર્યાય અંતર્મુખ-લક્ષ કરે તો “ધ્રુવનો અનુભવ કરે છે” એમ કહેવામાં આવે છે. એ પણ છે તો પર્યાય!
સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! મારગડા રૂડા બહુ! આહા.... હા! અંતરની વાત-સમ્યગ્દર્શન શું છે અને સમ્યગ્દર્શનનો વિષય શો છે? જે ચીજ છે, તેની (યથાર્થ વાત) ક્યારેય સાંભળી નથી! ક્યારેય કરી નથી ! માથાફોડ બહારમાં. ભાઈ ! આ જિંદગી કમાવામાં જાય પાપમાં. એકલું પાપ... પૈસા ને. બાયડી-છોકરાં-કુટુંબ. ... આહા... હું... હા! એ કરતાં, કદાચ બહારથી નિવૃત્તિ લઈને, દયા-દાન-ભક્તિ-વ્રતમાં (સમય) આપે તો પણ તે પુણ્ય છે પણ તે કાંઈ આત્માનો ધર્મ નથી ! આહા... હું... હા ! ધર્મ અલૌકિક ચીજ છે, ભાઈ !
એક સમયમાં સેકંડના અસંખ્ય ભાગમાં, આત્માની વ્યક્તિ પર્યાયમાં પૂર્ણાનંદના નાથ ચૈતન્ય ભગવસ્વરૂપ ભગવાન (-અવ્યક્ત) નું જ્ઞાન આવે છે અને પર્યાયનું પણ જ્ઞાન થાય છે. એનું જ્ઞાન થવા છતાં “એ ચીજ ' જ્ઞાનની પર્યાયમાં આવતી નથી અને એ ચીજ જ્ઞાનની પર્યાયને સ્પર્શતી (પણ) નથી. આહા... હા.. હા ! હવે આ વાત ક્યાં સાંભળવી...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com