________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૭ આહા.. હા ! તારી ચીજ અંદર છે. એક વર્તમાન પર્યાય સિવાય, બધી ભૂત-ભવિષ્યની વ્યકિતઓ (પર્યાયો) તે અંતર (દ્રવ્ય) માં નિમગ્ન છે. વર્તમાન પર્યાય સિવાયની, જે પહેલી (પૂર્વ) પર્યાયમાં પદ્રવ્યનું જ્ઞાન હતું.. ભાઈ ! તે પર્યાય પણ, અન્તર્મગ્ન થઈ ગઈ.
અહીં સાધક (ધર્માત્મા) ની વાત છે ને...? સાધકને કહે છે: “જાણ” તારી શ્રુતજ્ઞાનની જે વર્તમાન પર્યાય છે (તેથી) જાણ કેઃ તારી ભૂત અને ભવિષ્યની પર્યાય ભૂતની પર્યાય, પણ એક સમયમાં શ્રુતજ્ઞાનથી છ દ્રવ્યને જાણવાની તાકાતવાળી હતી; તે પર્યાય તો ગઈ, અન્તર્મગ્ન થઈ ગઈ. વર્તમાન સિવાય, પાછળની શ્રુતજ્ઞાનની પર્યાય અને (પછીની) કેવળજ્ઞાનની પર્યાય બધી આવી ગઈ કે (કોઈ) બાકી રહી ગઈ ? (બધી આવી ગઈ.) (એટલે કે ) જે તારી પર્યાય થશે, તેમાં પણ છ દ્રવ્યને જાણવાની તાકાત (હશે), તે પર્યાય જાણશે, અને પછી કેવળજ્ઞાન થશે, એ પર્યાય પણ સ્વદ્રવ્યને અને પરદ્રવ્યને જાણશે જ. પણ તે પર્યાય- “સામાન્ય” માં અન્તર્મગ્ન છે. સમજાણું કાંઈ ? અન્તર્મગ્ન એટલે વર્તમાનમાં પર્યાયરૂપે પર્યાય નથી; પણ ધ્રુવમાં એનો (પર્યાયનો) પરમ પરિણામિક સ્વભાવભાવ છે. આહા.... હા ! આવી વાત છે !!
ભગવાન (આત્મા) તો શાંતિનો સાગર છે. શાંતિ જે ઉત્પન્ન થઈ હતી અને હુજી જે શાંતિ ઉત્પન્ન થશે, તે બધી પર્યાયો ( દ્રવ્યમાં) અન્તર્મગ્ન છે, બાહ્યમાં નથી, પર્યાયરૂપે નથી, દ્રવ્યરૂપે (છે). પર્યાયરૂપે એક સમયની વર્તમાન પર્યાય “જાણ” એ રહી ગઈ. એ અન્તર્મગ્ન નથી. સમજાણું કાંઈ? આહા... હા ! આવું ઝીણું! કેવો સૂક્ષ્મ ભાવ!!
ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, એના જ્ઞાનની તો શી વાત !! ઓહો... હો ! પરમેશ્વરના કેવળજ્ઞાનની પર્યાય સાદિ-અનંત આવશે, તો સાદિ-અનંત રહેશે, એ પર્યાય પણ વર્તમાનમાં તો અન્તર્મગ્ન છે-એમ કહે છે. એનો અર્થ એ આવ્યો કે: અનંત અનંત સિદ્ધો, કેવળીઓ અને છ દ્રવ્યનું જ્ઞાન, પર્યાયમાં આવી ગયું. –એ સંબંધી પોતાનું જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય, પણ અન્તર્મગ્ન થઈગઈ છે; વર્તમાન (પર્યાય ) સિવાય.
જિજ્ઞાસા: પોતપોતાના સ્વરૂપ સહિત અન્તર્મ છે? સમાધાનઃ સ્વ-રૂપે પર્યાય ન રહી. પર્યાય ન રહી. તે સામાન્ય (દ્રવ્ય) રૂપે થઈ ગઈ. જિજ્ઞાસા: કેવળજ્ઞાન કેમ (જાણે ) ? સમાધાનઃ કેવળજ્ઞાન પણ સામાન્યરૂપે (જાણે ), પર્યાયરૂપે નહીં.
કેવળજ્ઞાન સાદિ-અનંત થશે, એ પર્યાય પણ અંદર (દ્રવ્યમાં) સામાન્યરૂપે રહી છે. કેવળજ્ઞાન તો ક્ષાયિકભાવ છે અને સામાન્યભાવ જે છે તે તો ધ્રુવ-પરમ પારિણામિક ભાવે છે. આહા. હા! ગજબ વાત છે, ભાઈ !
જિજ્ઞાસા: કેવળજ્ઞાનમાં જે ભાસે છે તે જેવી થવાની છે તેવી જ ભાસે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com