________________
સોળમું અષ્ટક છે મધ્યસ્થતાનું. કુતર્કનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ અને અંતરાત્મભાવમાં રમણતા આવી એટલે મધ્યસ્થ બન્યો, આવો આત્મા નિર્ભય હોય માટે
સત્તરમું અષ્ટક છે નિર્ભયતાનું. ભયની ભ્રાન્તિ નહીં! જે આત્મસ્વભાવના અદ્વૈતમાં લીન બની ગયો તે નિર્ભયતાના આનંદને અનુભવે ચે. તેને સ્વપ્રશંસા કરવી ન ગમે, માટે
જ અઢારમું અષ્ટક છે અનાત્મશંસાનું.
ગુણોથી જે પૂર્ણ છે એટલે સંતુષ્ટ છે, એને પોતાની પ્રશંસા કરવી ગમે જ નહીં. પોતાની પ્રશંસા સાંભળવાની એને ઇચ્છા જ ન હોય. જ્ઞાનાનન્દની મસ્તીમાં પરપર્યાયનો ઉત્કર્ષ શું કરવાનો! આને તત્ત્વદષ્ટિ મળે, માટે
ઓગણીસમું અષ્ટક છે તત્ત્વદષ્ટિનું. તત્ત્વદષ્ટિ રૂપીને ન જુએ, અરૂપીને જુએ! અરૂપીને જોઇને તેમાં મગ્ન થાય. આવો આત્મા સર્વ સમૃદ્ધિને પોતાનામાં જ જુએ, માટે
- વીસમું અષ્ટક છે સર્વસમૃદ્ધિનું. ઇન્દ્રની, ચક્રવર્તીની, શેષનાગની, મહાદેવની, કૃષ્ણની-બધાની સમૃદ્ધિ... વૈભવ એને પોતાના આત્મામાં દેખાય! આવું આત્મદર્શન નિરંતર ટકી રહે તે માટે મુનિ કર્મવિપાકનું ચિંતન કરે. માટે
નારાજ . જાણકાર | Herani Bitiusa Hawaiiiiiiiiiiiiiiiiiiiii
a || 1st Eા શાળામાથાકાક 9 JExaiwYAziziiiiaise aa HY