________________ મારવાને તત્કાળ નિશ્ચય કર્યો. તેઓએ માતાઓને કહ્યું, માતા, ચિંતા કરશો નહીં. અમે તમારાં વચન પ્રમાણે કરીશું. આ પ્રમાણે કહી, ચરણમાં નમી તેઓ ત્યાંથી વિદાય થયા. - સર્વ શ્રેષી કુમારે એકઠા થઈ વિચાર કરી, મદન કુમારને મળ્યા. દુષ્ટ ચિત્તવાળા તેઓ કપટથી મન પ્રસન્ન કરી, મદનની સાથે વર્તવા લાગ્યા. ભેજન, શયન, બાન અને પાનમાં તેના વિશ્વાસ પાત્ર થઈ ઝેર મિશ્ર કરી આપવા લાગ્યા. જે જે વિષમય હતું, તે મદનને અમૃતમય થઈ ગયું. “પૂર્વ પુણ્યના પ્રભાવથી સર્વ સુખકારી થાય છે.” જ્યારે મદનનું કાંઈ પણ અશુભ થયું નહીં, એટલે તેઓ વિચારમાં પડ્યા. તેમાં સર્વથી અગ્રેસર “વજદંડ ટૂ' નામે હતો, તેની સલાહથી સર્વે તે વિશ્વાસી મદનને વિજ્યાદ્ઘગિરિના શિખર ઉપર લઈ ગયા, ત્યાં શર ઋતુના વાદળ જેવું ત્રણ મુખ દ્વારથી શેભાયમાન, હજારે શિખરવાળું અને રત્ન તથા સુવર્ણથી નિર્માણ થયેલું એક જિનભવન જેવામાં - આવ્યું. તેઓએ તેમાં પ્રવેશ કરી, જિન નાયકને વંદના કરી, પરમ ભક્તિથી પ્રભુને વંદના કરી, . .P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust