________________
દેવતાઓ સાક્ષી છો. એવી પ્રતિજ્ઞા સાંભળી બળદેવ મહુજ પ્રસન્ન થઈ કૃષ્ણને આલિંગન દઈ બોલ્યો કે, હે વત્સ, તું ધન્ય છે, જે આવો કુળતિળક થયો; જેમ આકાશને વિષે સર્વે નક્ષત્રોમાં ચંદ્ર શોભાને પામેછે તેમ સર્વ રાજાઓમાં તું શોભાને પામશે. ત્યારે હવે આ યમુનાજીમાં સ્નાન કરીને જલદી મથુરામાં જવું જોયે, એમ કહીને કૃષ્ણને જળના કિનાણ ઉપર તેડી ગયો અને સ્નાન કરવા માંડશું. ત્યાં જેના દર્શનમાત્રથીજ પ્રાણીઓનો નાશ થઈ જાય, એવો કાલીય નામનો નાગ દોડીને કૃષ્ણને કરડવાને આવ્યો. તે પોતાની ક્ણ ઊંચી કરીને કુવારી મારવા લાગ્યો. એવું જોઇને બીજા લોકો હાહાકાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કૃષ્ણ બાળક છે તેને એ સર્પે દંશ કરચા વિના રહેશે નહી, અને બળદેવનું પણ આ કાળરૂપ નાગની આગળ શું ચાલવાનું હતું! વગેરે સર્વ જન શોક કરેછે એટલામાં તો તેણે કૃષ્ણના પગની આંગળીમાં ઉપરા ઉપરી ઢંખો મારીને વિષની જાલાઓનું વમન કરવા માંડ્યું; પરંતુ તે બધું નિસત્ય થઈ ગયું. અને કૃષ્ણે તેનું ડોકું ઝાલી લીધું. તેના મહોમાં કમળવેળની લગામ ખોસી બાલી, તેની પીઠ ઉપર ચડી બેઠો, તે જેમ ધોડાને ફેરાવીએ તેમ અહી તહી તેને હાકવા લાગ્યો. એવું અદ્દભુત કૃત્ય જોવાને દેવોએ પોતાનાં વૈમાનો ઊભાં રાખ્યાં; અને એવા દુર્દમ નાગને સહજ માત્રમાં કૃષ્ણે દમન કરવું જોઇને સર્વ કૃષ્ણની કીર્ત્તિ ગાવા લાગ્યા. એટલામાં વળી જેમ ઘોડાનો સ્વાર તેની કુખમાં એડીઓ મારે તેમ કૃષ્ણે તે નાગની કુક્ષીમાં એવી તો જોરથી એડીનો માર દેવા માંડયો કે તે ખચારો નરમ ઘેંસ થઈ ગયો; અને તેનું બધું વિષ મુખમાંથી નકળી ગયું. પછી જ્યારે મરણ તુલ્ય થઈ રહ્યો ત્યારે તેની ઉપર દયા કરીને તેને છોડી દઈને કિનાગ ઉપર આવ્યો. ત્યાં કૃષિઓ તપ કરતા બેઠા હતા તે બધા કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા; અને તેઓને ત્રાસ ટૅનારો વિષધર પ્રાણી નિર્વિષ થઈ ગયો તેથી આનંદ પામી મોટેથી કૃષ્ણને આશીર્વાદ દેવા લાગ્યા.
એવું અદ્દભુત કૃત્ય કૃષ્ણે કર્યુ તેની આખા ગોકુળમાં ખબર પડી ગઈ તેથી સર્વે ગોપાળો આવી તેને મળીને આનંદના પુકારો કરવા લાગ્યા. કોઈ ગીત ગાયછે, કોઈ વાંરાળી વગાડે છે, કોઈ હર્ષથી નાચે છે, એવી રીતે સર્વે સખાઓ કૃષ્ણની સાથે તેના ગુણોનું ગાન કરતા ચાલ્યા ચાલ્યા મથુરા નગરીની પાશે આવ્યા. બળરામ તથા કૃષ્ણને તેઓના ગોપ સખાઓ સહિત આવતા જોઇને મથુરાના સર્વ લોક બહુ પ્રસન્ન થયા; અને આર્યને પામીને તે બધાઓને નિરખવા લાગ્યા. જેવા સભા મંડપની પાસે ગયા કે, કંસના હુકમથી મદોન્મત્ત દુષ્ટ તથા ક્રૂર એવા પોત્તર તથા ચંપક નામના બે હાથીઓને કૃષ્ણ તથા ખળદેવની સાંમે છોડી મૂક્યા. તેમાં પદ્મમોત્તર કૃષ્ણની સામે થયો અને ચંપક ખળદેવની સાંખે થયો, કૃષ્ણ ગજ શિક્ષામાં કુરશાળ હોવાથી પમોત્તરની સાથે ક્રીડા કરવા લાગ્યો, કેટલીએક વાર તેને રમત કરાવીને પછી
Jain Educationa International
For Personal and Private Use Only
૬૭
www.jainelibrary.org