________________
૫૧૮
પ્રિય કરતા હવા, અને કેટલાએક, પોતે ગ્રહણ કરેલા નવીન એવા જે પુષ્પગુચ્છના દડા-તેણેકરી કે સ્ત્રીઓને લોભ ઉત્પન્ન કરાવતા હતા. તે સમયે રેવતી અને સત્યભામાપ્રમુખ જે બળરામ અને શ્રીકૃષ્ણની સ્ત્રીઓ-તે, જેઓએ વેણીપ્રસાધન અને અલંકાર ધારણ કછે, એવી હોતીઓ થકી નેમિકુમારે સહવર્તમાન ક્રીડા કરતાં હવી. તેમાં કોઈ એક સ્ત્રી નેમિકુમારના પષ્ઠભાગ વિષે જેણે પોતાનાં સ્તન થાપન કર્યાં છે, એવી હોતી થકી પોતાના આલિંગને કરી મલીન થએલી જે નવીન કરૂબકપુષ્પોની માળા-તેણે કરી તે નેમિકુમારના કેશબંધનને કરતી
હવી. કોઈએક સ્ત્રી પોતાના મુખસંબંધી કાગળને વિષે વૃદ્ધિ પામેલો જે કેસરને સુગંધ-તેના જો કરતાં પણ અતિશય સુગંધયુક્ત એવા નેમિકુમારના જાસવાયુને પ્રાશન કરતી હવી. જેની વસ્ત્ર S: ગ્રંથી શિથિળ થએલી છે એવી કોઈ એક સ્ત્રી, પોતાના ચરણપ્રહાર કરી મલીન થએલાં એવાં જે
અશોકવૃક્ષનાં પુષ્પો-તેણે કરી નિર્માણ કરેલી નવીન માળાને નેમિકુમારના કંદનવિષે સ્થાપન કરતી હતી. જેણે પોતાનાં બાહુ મૂળ પ્રગટ બતાવ્યાં છે, અને જેનાં સ્તન ઊંચાં છે એવી કોઈ એક સ્ત્રી, પોતાના કટાક્ષાવલોકને સહવર્તમાન, તિલકનાં પુષ્પોએ કરી નેમિકુમારના મસ્તકરિશેભૂષણ કરતી હતી. તે સમયે એ પ્રકારે કરી તે સંપૂર્ણ કુષ્ણસ્ત્રીઓ, યથેચ્છપણે વિકાસ કરવા
લાગી છતાં, તે નેમિકુમારે કોઈની પણ ઈચ્છા ભંગ કરી નહીં. કારણ જે જિતેંદિય પુરૂષ છે છે તેઓને વિષય, કાંઈપણ પરાભવ કરવા માટે સમર્થ થતો નથી,
એ પ્રકારે કરી શ્રી નેમિકમારે સહવર્તમાન, પુરવાસી લોકોએ સહવર્તમાન અને સ્ત્રીઓએ સહવર્તમાન શ્રીકૃષ્ણ, પ્રતિદિવસે નવા નવા ક્રિડાવનને વિષે ક્રીડા કરતા હવા. તે સમયે તે નેમિકુમારના ચિત્તને વિકાર ઉત્પન્ન કરવા માટે પોતાનું અસમર્થપણુ જાણીને જાણે લક્સ પામીનેજ હોયના! તેમ વસંતઋતુ અતિ ત્વરાએ નિકળી જતો હવો. પછી તે નેમિકુમારને જીતવા માટે ઈચ્છા કરનારા કામદેવને શસ્ત્રોને અધ્યક્ષ જ હોયના! એવો ગ્રીષ્મઋતુ, શિરીષપુષ્પના મિષે કરી તદ્રુપ શસ્ત્ર સમર્પણ કરતો થકો પ્રાપ્ત થતો હવો. તે સમયે પ્રકુશિત થએલાં જે પાટલીપુપ-એજ જેનાં નેત્રો છે, એવા ગ્રીષ્મઋતુએ કોપ કરી અવલોકન કરેલી માનિની સ્ત્રીઓતે જાણે ગ્રીષ્મઋતુના ભકરીનેજ હોયના! તેમ પટમૂળ એવા માનને પણ ત્યાગ કરતી હવાઓ. ) તે ગ્રીષ્મતુવિષે જેનું તેજ ભયંકર છે એવો સૂર્ય, સર્વ જાતને તાપ ઉત્પન્ન કરનારે થતો હશે. તે કિંવા સમયવશે કરી મિત્ર નામ ધારણ કરનારે સૂર્ય, અમિત્ર સરખો સંતાપ ઉત્પન્ન કરનાર થે રે છતાં તે મર્મ જાણનારા શ્રીકૃષ્ણ, તાપે કરીને સંતપ્ત થએલી એવી સ્ત્રીઓએયુક્ત હોતા થકા ના
રેવતપર્વતના ક્રીડાવનને વિષે રહેનારીઓ જે વાપિઓ-તે વિષે જળક્રીડા કરવા માટે ગમન 9) કરતા હતા. તે સમયે શ્રીકૃષ્ણની સ્ત્રીઓએ મોટા આગ્રહ કરી પોતાની સાથે મિકુમાર પણ છે
(
1
"ઊર્જીનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org