Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 576
________________ ૧૬૮ છેકારણ, અત્યંત દગ્ધ થએલું વૃક્ષ, પાણીએ સિંચન કર્યું તો પણ અંકરને પ્રસવ છેશું તોલ્યો કે હૈ કે “સ્કંધને વિષે શબને ધારણ કરનાર એવો જે તું-તેના ગે કરી એ શબ જે સજીવન થશે ? તો આ દષ્પવૃક્ષ પણ અંકુરિત થશે. એવી તે માળીની વાણીને તે બળરામ શ્રવણ ન કરતાં જ આગળ ચાલ્યા; એટલામાં ગાયોના શબના મુખવિષે ના ગ્રાસને દેનારા એવા કોઈ એક કોડ પુરૂષને જોતા હવા. અને તે પ્રત્યે બોલ્યા કે, “અરે! ગતપ્રાણ એવી આ ગાયો હાડપિંજરના ર છે. શેષપણાને પામેલીઓ છે; તે દૂર્વાના ગ્રાસને ભક્ષણ કરશે શું” એવું સાંભળી તે બોલ્યો કે, હે બલભદી મરણ પામેલો આ તારો ભાઈ પગે ગમન કરનારે થનાર છે. તે પછી આ ગાયો 1) ઈ) આ દુરોને કાં ભક્ષણ કરનાર નથી?” ત્યારપછી તે બળભદચિંતન કરતા હવા કે, “આ મારે છે કનિષ્ઠબંધુ ખરેખર મૃત્યુ પામ્યો છે કે શું કારણ એ સારથ્યાદિક સર્વ એકસરખું જ ભાષણ કરે છે. એવું ચિંતન કરી જેમને ચૈતન્ય પ્રાપ્ત થયું છે, એવા તે બળભદ થોડેક આગળ ચાલ્યા; એટલામાં પોતાની કાંતિએ જેણે દિશાઓ પ્રકાશિત કરી છે; એવો કોઈએક દેવ, બલભદના સમીપભાગે પ્રાપ્ત થયો અને તે બળભદપ્રત્યે ભાષણ કરતો હવો કે, હે બલભદ! તારે સારથિ જે ન સિદ્ધાર્થ તેજ હું છું. હું તે તપના પ્રભાવે કરીને આવા આ દેવસ્વરૂપને પામ્યો. હે રામ! પ્રવજા છે કાળને તે મારી એવી પ્રાર્થના કરેલી છે કે, “હે સિદ્ધાર્થ, કદાચિત દુખસમુદનવિષે પતન (1) ( પામનારો જે હું તેને તું ઉદ્ધાર કરજે.” તે સાંપ્રતકાળ તને સાંભરે છે શું? હમણાં તે તું મેહ | નિદાએ સ્મૃતિવિષે અસ્થિર થયો છે; એવું જાણીને તારી પ્રાર્થનાને સ્મરણ કરનારો હું, તને બોધ કરવા માટે પ્રાપ્ત થયો છું. પૂર્વે મીરભગવાને જરાકુમારથી શ્રીકૃષ્ણનું મૃત્યુ જે કહ્યું હતું કે તે તેમજ થયું છે. “અહંત પુરૂષની વાણી કદીપણ અન્યથા થતી નથી. એજ તને સ્મરણ કરા- 2 વવા માટે, અને ઘાતા શ્રીકૃષ્ણ તેને મેહનો નાશ થવા માટે મેં તને સારથિ અને માળી ન ઈત્યાદિક ક્રિયરૂપકરી બતાવ્યાં છે. એ માટે દુઃખસંપત્તિનો સમુદાય એવો જે તે મેહ, તેનો ત્યાગ કરી આત્માને હિતકારક એવું કોઈએક મહત્કર્મનું આચરણ કર. કારણ, જીવોને જન્મ cશ (જન્મનેવિ બંધુ નિશ્ચયે પ્રાપ્ત થાય છે; પરંતુ તે બંધુ, મોહસેનામાંનાજ કેવળ વિજ અને સંસારનું ! કેવળ કારણ એવા છે. તથાપિ સંપૂર્ણ જીવ બંધુસમુદાયનેવિષે સ્નહે મોહિત છે; પરંતુ કોઈ ) કે પણ જીવ, દુખે કરી પ્રાપ્ત થનારા દાહનો નાશ કરવા માટે સમર્થ એવા કમનવિષે કોઈ ઉત્સાહ 4 ૪ પામતા નથી. સર્વ જીવોને બંધુસ્ત્રહરૂપ સમુદનવિષે હર્ષ પામનારી જે સુખરૂપ લક્ષ્મી, તે રટ ચંચળ છે; એ માટે કેટલેકકાળે તેને નાશ થયો છતાં પછી દુઃખ સંપત્તિજ પ્રાપ્ત થાય છે; એ માટે તું પોતાને હિતકારક એવું વિશ્રામસ્થાન સંપાદન કર.” એવી સિદ્ધાર્થ દેવની વાણુને તે બળભદ્ર 9) શ્રવણ કરીને ભાષણ કરતા હવા કે, “હે બંધ, તે ઘણો સારો મને બોધ કરે; પરંતુ હે બ્રાતા હશે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596