Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 582
________________ ૫૪ - બે ને સંવેગ અને શાંતિ-એએ કરીને યુક્ત દેખાય છે, અને તેઓ પરસ્પર વૈરપણાનો પરિત્યાગ કરીને કેવળ સુખવાર્તા વર્ણન કરેછે એ શું છે? એ તમારા આગમનનોજ અદ્દભુત પ્રભાવ છે, અથવા એનું અલોકિક એવું કોઈ બીજું કારણ છે? તે સર્વે અમારે માટે કથન કરવું.” એવું સાંભળીને તે ભગવાન ગુરૂ ભાષણ કરતા હવા કે, “પૂર્વે બલભદ્રમુનિ પુર ગ્રામાદિકનેવિષે વિહાર કરતા થકા આ પર્વતનવિષે પ્રાપ્ત થતા હવા. જેની ભક્તિ અદ્દભુત છે એવા સિદ્દાર્થ નામના દેવે ઉપાસના કરેલા, અને જેની બુદ્ધ્િ ધૈર્યયુક્ત છે એવા તે બલભદ્રમુનિ આ પર્વત પરની ભૂમિનેવિષે માસક્ષપણવ્રતને કરતા હવા. તપશ્ર્ચર્યાંના સામર્થ્ય કરી તેનું એવું સ્વરૂપસૌંદર્ય હોતું હવું કે, કોઈપણ સ્ત્રીએ તેને જોયો છતાં તે સ્રો તત્કાળ મોહિત અને દેહભાનરહિત એવી થાય. એકસમે તે પર્વત ઉપર એક કૂપના કાંઠાનેવિષે જળનેમાટે પ્રાપ્ત થએલી એક સ્ત્રીએ સમીપભાગે રહેનારો તે બલભદ્રસુતિ અવલોકન કરો. તત્કાળ તે ખળભદ્રમુનિના સ્વરૂપે મોહિત થએલી તે સ્ત્રી તે મુનિનાભણી જેની દૃષ્ટિ તત્પર છે; એવી હોતી થકી કુંભબુદ્ધિએ પોતાના બાલકના કંડનેવિષે દોરડાનું બંધન કરી તે બાળકને કૂપવિષે નાખવા માટે આરંભ કરતી હવી; તે અવલોકન કરીને તે ખળભદ્રમુનિ વેગે કરીને તે સ્ત્રીની પાસે પ્રાપ્ત થઇને તેણીને પ્રતિબોધ કરીને તે બાળકને છોડાવીને પછી પોતાની મોહક એવી રૂપસંપત્તિને નિંદા કરતો થકો પાછો ફરહ્યો. પછી એવા અભિગ્રહને ગ્રહણ કરતો હવો કે, વનનેવિષે કાષ્ઠાદિકોને હરણ કરનારા પુરૂષોએ દીધેલા અન્નાદિકે કરીનેજ પારણું કરીશ; અન્યથા પારણું કરનાર નહીં.” ત્યારપછી તે પ્રકારે કરીનેજ જેણે પારણું કરશું છે, એવો તે ખળભદ્રમુનિ, આ વનનૅવિષે અતિ ઉગ્ર એવા તપને આચરણ કરતો થકો વાસ કરતો હવો. કામદેવે પણ વર્ણન કરવા માટે જેનો દેહ યોગ્યછે, અને જેનું મહાતેજ છે એવા તે તપશ્ચર્યા કરનારા બળભદ્રમુનિને અવલોકન કરીને જંગલમાં ત્રણ કાકાદિકોને ગ્રહણ કરનારા પુરૂષો અતિ વિસ્મિત હોતા થકા પોતપોતાના નગરમધ્યે જઇને તે નગરસંબંધી રાજાપ્રત્યે એવું કહેતા હવા કે, “જેનું તેજ કોઈપણ જીતવા માટે સમર્થ નથી, એવો કોઇએક પુરૂષ આ વનનેવિષે તપયા કરેછે.” તે સાંભળીને જેઓનાં અંત:કરણ ભય પામ્યાંછે એવા, અને જેનાં ચિત્ત કુત્સિત છે એવા તે રાજાઓ પણ જેઓએ પોતાના સરખુંન સર્વે જગત જાણ્યુંછે, એવા હોતા થકા પોતાનાં અંત:કરણમધ્યે ચિંતન કરવા લાગ્યા કે “જેનું મહોટું સામર્થ્યછે એવું જે તપ, તેણે કરી જેનું સામર્થ્ય વૃદ્ધિ પામેલું છે એવો એ કોઇ પુરૂષ નિશ્ચયે કરીને આપણા રાજ્યને ગ્રહણ કરવાની ઈચ્છા કરેછે; એ માટે સાંપ્રતકાળેજ તેનો વધ કરવો જોઇએ.” એવો વિચાર કરીને તે મહાપરાક્રમી એવા સર્વે રાજા સર્વ પ્રકારે કરીને ઉતાવળે તે મુનિનો નાશ કરવા માટે અભિલાષ ધારણ કરતા હવા. ત્યારપછી કચાદિક ધારણ કરનારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596