________________
જ એવાં પાંડુ સંજાનાં વચન સાંભળીને ભીષ્મ પિતા, ધતરાષ્ટ્ર અને વિદુરાદિ સર્વ રાજ્ય વર્ગ જાએ કહ્યું કે, બહુ સારું. યુધિષ્ઠિર રાજા થશે તે પૃથ્વી ધર્મરાવતી થશે. ત્યાર પછી અર્જુન તથા ભીમાદિક બ્રાતાઓ પોતાના પિતા પાંડુ પ્રત્યે બોલવા લાગ્યા.
અનાદિહ તીર્થરૂપ, આપે જે કહ્યું તે સર્વ સત્ય છે. ધર્મયુકત ધર્મને રાજ્ય ગાદી સોંપવાથી આખા વિશ્વને સુખ થશે. જે આપ મુખથી બોલ્યા છે તે સર્વ અમને માન્ય છે. એ તેમ છતાં કોઈ આપની કહેલી વાત માન્ય નહી કરે તેના મસ્તક ઉપર અમારાં બાણ પડશે. ઈ. આપની આજ્ઞા અમે રંચ માત્ર ઊલંધન કરવાના નથી.
એવાં પુત્રોનાં વચન સાંભળીને પાંડુ રાજ સંતુષ્ટ થયું. પછી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક ૭ 8 કરવા સારૂ સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી. હસ્તિનાપુરની આગળ પાછળ ચારે બાજુએ આ નિવાસ યોગ્ય જગ્યા બનાવી. જેમચંદના પ્રકાશના સમયે તારાગણ પણ સુશોભિત લાગે છે, તેમ હસ્તિનાપુર શોભાયમાન થયાથી તેમાંના પ્રજા લોકોના ભુવને પણ દિવ્ય દીવા લાગ્યાં. પછી અન્ય દેશના રાજાઓને આમંત્રણ કરવા સારૂ દતે મોકલ્યા. રાજાએ પોતાના રાજ મહેલમાં સકળ વાજિત્ર અને ધવળ મંગળ ગીતાદિ પ્રવર્તન કરાવ્યાં. પ્રજાજનોએ પણ પોતપોતાના ઘરનાં બારણપર તોરણ બાંધ્યાં. ઘેર ઘેર કેળોના રસ્તંભ રોપાયા જેથી નગરની અતિ અદ્ભુત છે શેભા દીવા લાગી. નાના પ્રકારના નાટકોની રમુજ થવા લાગી. જ્યાં ત્યાં મેળેટોળા માણસો એક થઈને મંગળ શબ્દોના પુકાર કરવા લાગ્યા; એવા સમયે અન્ય દેશના રાજાઓ ) પણ હાથી, ઘેડ, રથ, તથા પાયદળ રૂપ ચતુરંગિણી સેના સહિત આવવા લાગ્યા. તેઓના હૈ સૈન્યના ચરણોથી ઉડતી રેણુએ આકાશનો રંગ બદલાવી નાખ્યો. બધા રાજાઓનો યથાયોગ્ય રીતે આદર સત્કાર થવા લાગ્યો. અહીં કુંતિ તથા માદિ આદિ માતાએ યુધિષ્ઠિરને પ્રથમ મંગળકાર્ય સ્નાન કરવા લાગી. ભીષ્મ પિતાદિ સ્વજન વર્ગ ધર્મરાજને રાજ્યાભિષેક કરવા માટે અદભુત મણિજડિત દેવ માન સદશ અતિ મનોહર, સૌધર્મ સભાતુલ્ય પ્રભાવિક સભા મંડપ મહા ચતુર અને પ્રવીણ શિલ્પીઓના હાથે બનાવતા હવા. તે મંડપમાં એક ઉત્તમ ભદપીઠ સ્થાપન કરવું. પછી શુભ લગ્ન તેના મધ્ય ભાગને વિષે યુધિષ્ઠિરને બેસાડો. સર્વ સ્વજનો, ૨) નગરજનો, બહારના રાજાઓ, વગેરે બિરાજેલા છે તેની શોભા વર્ણવી જાય નહી. એવા સમયમાં બ્રાહ્મણે રાજ્યાભિષેકની વિધિ કરવા લાગ્યા. વિધિ થઈ રહ્યા પછી યોગ્ય લગ્ન પુરોહિ
તને આગળ કરીને સમગ્ર રાજાઓએ સુવર્ણ કળશમાં આણેલા તીર્થજળ વડેધર્મરાજને રાજ્યાભિષેક 8 કર તેમજ અતિ પવિત્ર જળવડે ગાંગેય, વિદુર દુર્યોધન, ભીમ, તથા અનાદિ સ્વજનોએ તો પણ રાજ્યાભિષેક કર. એવા શુભ સમયે બંદીજન અને યાચક લોકોને મનમાનતું દાન છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org