________________
૨૬
છે સંતોષ કરેલા યુધિષ્ઠિર રજા હસ્તિનાપુરના વાસ કરતાં આ દૈતવનમાંની પ્રવાસસ્થિતિને Sઈ અતિશ્રેષ્ઠ ગણવા લાગ્યા. પૂજ્ય સહોદર યુધિષ્ઠિરની નિરંતર સેવા પ્રાપ્ત થયાથી ચારે ભા
ઇઓ પોતાના જન્મને કતાર્થ માનવા લાગ્યા. એક દિવસ સૂર્યને તાપ ઘણે લાગ્યો તે સારું દ્રૌપદી, કૃતી અને પોતાને બાંધવો સહિત યુધિષ્ઠિર રાજ તે વનમાં ફળ કુલે કરી લચી રહેલા એક વૃક્ષ તળે જઈ આસન ઉપર બેઠા. ભીમસેન તેના ચરણ ચાંપવા લાગ્ય, દ્રૌપદી કૃતીના ચરણ ચાંપવા લાગી. વસ્ત્રનું છત્ર કરી રાજા યુધિષ્ઠિર ઉપર સહદેવ છાંયા કરે છે, ચામર લઈને નકુળ વાયુ નાખતો જાય છે. હાથમાં નેતરના દલ દંડ સરખું દઢ કોદંડ ધારણ કરનારા અને દૂરથકી આવનાશે કોઈએક પથિક ધર્મરાજાને બતાવ્યું. તે સમયે કમળની કેવળ બંધુજ હોયના! એવી પોતાની દૃષ્ટિ તેના ભણી કરીને પાર્થ પ્રત્યે ધર્મરાજ કહે છે.
ધર્મરાજ-હે પાર્થ, એ પ્રિયંવદ દૂત આવે છે કે શું? તે સમયે દ્રૌપદી હસીને કહે છે કે હે નાથ પ્રિયંવદ અહિંયાં ક્યાંથી હોય. શું એ અભાગ્યને વશ થઈ આપણી સાથે અહિયાં આવી કોડ ભક્તિ કરશે? એટલામાં તો સર્વજોએતેના ભણી દૃષ્ટિ પ્રસારી લેવા માંડ્યું. પ્રિયંવદ પણ તેઓની સમિપ આવ્યો. અને તે પ્રિયંવદ છે એમ જર્યું એટલે તેને સાથે લઈ તે તથા અર્જુન
બન્ને યુધિષ્ઠિર જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. પ્રિયંવદે રાજા યુધિષ્ઠિરને નમસ્કાર કરી શીશ નમાવ્યું. " યુધિષ્ઠિર રાજા તેને ઊભા થઈને પ્રીતિ પૂર્વક દહાલિંગન કરી મળ્યા. ધર્મરાજની આજ્ઞાએ ૧ વિ. સહદેવે તેને ઉચિતાસન આપ્યું તે પર તે બેરો. ત્યાર પછી પ્રિયંવદના ભણી અમૃતદષ્ટિ કરી છે, કે રાજ યુધિષ્ઠિર તેની પ્રત્યે બેલ્યા.
યુધિષ્ટિર–હે પ્રિય. અમારા પિતા આનંદમાં છે કે? અમારા ક્ષેમનું નિર્માણ કરવામાં દીક્ષિત અને નિરંતર કલ્પવૃક્ષની જેમ કલ્યાણ કરનાર અમારા કાકા વિદુર આનંદમાં છે કે? આનંદ આપનાર અને અમારા પરમ પૂજ્ય ગુરૂ દ્રોણાચાર્ય કાળ છે? સૌમ્ય પ્રકૃત્તિના અમારા પ્રિય ભિષ્મપિતા તે ક્ષેમ છે? પુત્રવત્સળ ધૃતરાષ્ટ્ર પિતા, કૃપાચાર્ય અને અમારી પૂજ્ય માતાઓ
એ સે લેમ છે? અભિલાષા જેની પૂર્ણ થઈ છે એ અમારે દુર્યોધન બાંધવા કુશળ છે. વળી | લાક્ષાગ્રહ બળ્યા પછી શું શું થયું તે કહે. અમે આ સ્થળે છે એવું તે શી રીતે જાણ્યું કે, એવા ધર્મરાજાનાં વચન સાંભળી પ્રિયંવદ બોલ્યો.
પ્રિયંવદ-હે મહારાજ, આપના હિતેચ્છુઓ અને આશ્રિતો આપનાવિના મહા કલેષિત થયા છે. તેઓ સર્વ માત્ર શરીરથી જીવે છે. જે સમયે અબ્રચુંબિત અગ્નિ પ્રકાશ થયો તે સ
મયે સર્વ લોકો” અરે પાંડવો બળે છે અરે ધિક્કાર છે, અરે હાય ! એમ કહી મહા શોકાતુર થઈ તો છે અગ્નિ હોલવવા દોડડ્યા. જેટલું જળ તે અગ્નિ હોલવવામાં વપરાયું તેના કરતાં બમણું જળ લે-
C
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org