________________
૪૫૦
નિશ્ચયે કરી દુષ્કૃદ્ધિ છે. • અથવા ૐ કારણ માટે તું શત્રુના અગ્રભાગે આવી દીનવાણી બોલેછે એ માટે તે માનનું કેવલ ધર્ એવો દુર્યોધન, તારો મિત્ર છે એવું હું માનતો નથી.
એવી શયના સરખી શલ્યરાજની વાણીએ કરી જેની શક્તિ ગલિત થઈ ગઈ છે એવા કર્ણપ્રત્યે હાસ્ય કરી જેના અધરોષ્ટ તેજપુંજ છે એવા કંસના શત્રુ શ્રીકૃષ્ણ ભાષણ કરતા હતા.
શ્રીકૃષ્ણ—હે રાધેય, ધર્મનું સર્વસ્વ તારાવિના ખીન્ને કોણ જાણે છે!! મને તો એવું લાગે છે કે તાāવિષે સાંપ્રતકાળે ધર્મશાસ્ત્રનાં સર્વ રહસ્ય અત્યંત વૃદ્ધિ પામે છે!! પરંતુ તે ધર્મશાસ્ત્રનાં સર્વે રહસ્ય અભિમન્યુના વધ સમયે તું વિસરી ગયો. કારણ, તે સમયે તે અભિમન્યુને તમે સર્વે જણોએ મળી અધર્મે કરી વધ કરો. એ માટે ખળ પુરૂષ છે તે પોતાની વિપત્તિનેવિષે માત્ર અત્યંત સર્વ ધર્મનું તત્વ જાણનારા હોય છે; પરંતુ ખીજની આપત્તિનેવિષે તો ધર્મ એ અક્ષર કેટલા છે એવું પણ જાણતા નથી, તે ધર્મને તે ખળ પુરૂષો જળાંજળિ છોડે છે. અર્થાત્, સર્વે ધર્મનો ત્યાગ કરેછે, અને પોતાનું કાર્ય સાધે છે:
એ પ્રમાણે કિંચિત હાસ્યપૂર્વક શ્રીકૃષ્ણ, કર્ણની નિંઢા કરી, અને પછી તે કર્યુંની વાણીએ યુદ્ઘને માટે સ્તબ્ધ થયા સરખા જેના ખાહુ છે એવા અર્જુનપ્રત્યે તે શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હે અર્જુન, હે અર્જુન, તું કર્યુંના ઉપર ખાણોને ક્રમ છોડતા નથી? તારા પુત્ર અભિમન્યુનો દોહ કરનારા આ કર્ણશત્રુએ કરેલી તારી જે સ્તુતિ-તે આરંભે કૃપારૂપી છતાં આગળ તાપ ઉત્પન્ન કરનારી છે. આ કર્યું ફરી રથ ઊપર આરૂઢ થયો છતાં અત્યંત દુય થશે. પછી ગુફાના અંતભાગનેવિષે સંચાર કરનારા સિંહને કોણ પુરૂષ જીતશે? તે સિંહ જેમ જીતવા માટે અશકય છે; તેમ થારૂઢ થએલો કર્ણે જીતવા માટે અશકચ થશે. એ માટે સાંપ્રતકાળે એ કર્ણને પ્રહાર કરવો એ ક્ષત્રિયકુળને કાંઈ અયોગ્ય નથી, અને એથી કરી કાંઈ ધર્મનો પણ લોપ થતો નથી, કારણ, પોતાના જ્યની ઈચ્છા ધારણ કરનારા પુરૂષે પોતાના બળવાન શત્રુને તો તેની સંકટદાનેવિષેજ મારો.
એવી શ્રીકૃષ્ણની વાણીએ ધનુષ્ય ધારણ કરનારો અર્જુન, મહાત્વરાએ કર્યુંના ઊપર ખાણ છોડીને તે કર્ણનું મસ્તક છેદન કરતો હવો. તે સમયે અત્યંત પ્રકાશ પામનારાં તે કર્ણના મસ્તકનાં જે (શ્રવણ) કાનનાં કુંડળ, તેની કાંતિઍ કરી સુંદર એવું આકાશમાં ઊડનારૂં તે ચંપાપતિનું મસ્તક, આકાશમાં સંચાર કરનારા સૂર્યનું તેજ એક સ્થળે ગોળો થયું કે શું? એવું શોભવા લાગ્યું, અને તે કર્ણનું કબંધ “મેં મારૂં મસ્તક મિત્ર જે દુર્યોધન-તેને માટે સમર્પણ કહ્યું અને મારા બંધુઓ જે પાંડવો-તેઓને માટે પૃથ્વી સમર્પણ ફરી” એવી પ્રીતિએ ફરીને જાણે હોયના! તેમ તે નૃત્ય કરવા લાગ્યું. તે સમયે પાંડવોની સેનાપ્રત્યે આનંદરૂપી ચંદ્ર ઊય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainellbrary.org