________________
૧૩૮
હેમાંગદ–હે ધનંજય, તું મારા પ્રાણને દેખાશે છે. એવો બીજો કોઈ ઉપકાર કરે નહી કે તેને તે મારી ઉપર ઉપકાર કરે છે, તેને પ્રતિ ઉપકાર હવે હું કેવી રીતે કફ. પરંતુ આટલી પ્રાર્થના
કરું છું કે, આ માસ સયને અંગીકાર કર; અને મારે નાયક થા. જેથી હું તારો સેવક થઈ રહ્યું ( પ્રીતિથી મેળવેલાં આ મારા પ્રાણ, તથા ભુજ બળે સંપાદેલી આ રાજ્યશ્રી, અને ગુણથી સ્થિત કોડ એવું આ મારું રાજ્ય એ બધાને સ્વીકારીને તું કતાર્થ કર. (એવાં હેમાંગદનાં વચને શાંભળી) છે
અર્જુન–હે રાજન, આ તારું રાજ્ય સ્તર્ગતુલ્ય હોય તો પણ એનું મારે કાંઈ પ્રયજન નથી. માટે તું સ્વસ્થ ચિત્ત થઈને સારી રીતે પોતાના રાજ્યનું સંરક્ષણ કર.
એવી રીતે અર્જુન અને હેમાંગ વચ્ચે ભાષણ થાય છે એટલામાં પ્રભાવતીનું હરણ થયેલું શાંભળીને મણિચર વિદ્યાધર પોતાના સૈન્ય સહિત ત્યાં આવી પહોતો. તેને અર્જુન મળ્યો.
બન્ને પરસ્પર ખબર અંતર પૂછી રહ્યા બાદ મણિચૂરે પોતાની ભગિની પ્રભાવતીની પાસે જઈને તેને કે કુરાળ વત્તાંત પૂછવું. પછી તે હેમાંગદની સાથે વાતચિત કરીને પાછો અર્જુનની પાસે કો
આવી બેઠો. એમ આનંદથી દિવસ કહાડાવા લાગ્યા. હેમાંગદના રાજ્યમાં મણિચૂર સહિત
અર્જુન કેટલાએક દિવસ રહ્યો. ત્યારબાદ એક દિવસ હસ્તિના પુરથી કોઈ પુરૂષ આવીને , અર્જુનને કહેવા લાગ્યો.
P. પુરૂષ-હે કુમાર, ચાર વૃદ્ધોએ બતાવ્યા પ્રમાણે પાંડુ રાજા વૃદ્ધાવસ્થાએ પહોચ્યાથી 2 “ ધર્મ યુવરાજને રાજ્યાભિષેક કરવો છે, માટે તમને બોલાવ્યા છે. કેમ કે, તે સમયને વિષે છે
ચાર ભાઈઓ જરૂર ત્યાં હાજર હોવા જોઈએ છે. વળી તમારા વિરહથી કુંતિ માતા પણ રાત્ર દિવસ નેત્રોથી આંસુ પાડડ્યા કા કરે છે. તેમ તમારા યુધિષ્ઠિરાદિ બાંધવો પણ તમને મળવા ઉત્સુક થઈ રહ્યા છે. માટે આપ મારી સાથે શીધ ચાલો.
અન–હે મહાપુરૂષ, તું આગળ જ, અને મારા આવવાનું વૃત્તાંત મારાં માત પિતા તથા બાંધવો પ્રમુખને નિવેદન કર. હું શત્રુંજય તીર્થની યાત્રા કરી જલદી હસ્તિના પુરમાં આવું છું
એવું કહી અને દૂતને વિદાયગિરિ દીધી; અને મણિચર સહવર્તમાન પતિ વૈમાનમાં બેશી શત્રુંજ્ય ગયો. ત્યાં જઈ અતિ ભક્તિથી આદિ જિનેશ્વરાદિને નમસ્કાર તથા વંદનાદિ કરીને કૃષ્ણને મળવા સારૂ અર્જુન દ્વારિકા તરફ ગયે. નગરની પાસે જતાંજ તેની કૃષ્ણને જાણ થયાથી તે અર્જુનને સન્મુખ આવી મળે. બન્નેને અતિ આનંદ થયો. અને એવી રીતે પરસ્પર મળ્યા કે, જાણે એકજ મૂર્તિ હોય! પછી કૃષ્ણ અર્જુનની આગતા સ્વાગતા કરી, અને પોતાની સુભદ્રા નામની ભગિનિને શુભ લગ્નમાં તેની સાથે પરણાવી દીધી. પરામણિમાં કૃષ્ણ અર્જુનને હાથી, ઘોડ, રથ, મણિ તથા માણેક વગેરે ઉત્તમ વસ્તુઓ ભેટ કીધી. ત્યાર છું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org