________________
થઈ નથી. તેથી હજારે મિથ્યા ઉપાયે કરવા છતાં તે હુ ખમુક્ત થતો નથી. આ શ્રુતસ્કંધમાં આચાર્યભગવાને દુઃખનું મૂળ છેદવાનું સાધન–ભેદવિજ્ઞાન–સમજાવ્યું છે. “જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિવાય કે ગુણપર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ જ નથી. સત્ કહે, દ્રવ્ય કહે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહે, ગુણપર્યાયપિંડ કહે–એ બધુ એક જ છે.” આ, ત્રિકાળજ્ઞ જિનભગવતેએ સાક્ષાત્ દેખેલા વસ્તુસ્વરૂપને મૂળભૂત–પાયાને
–સિદ્ધાંત છે. વીતરાગવિજ્ઞાનને આ મૂળભૂત સિદ્ધાંત શરૂઆતની ઘણી ગાથાઓમાં અત્ય ત અત્યંત સુંદર રીતે કેઈ લકત્તર વૈજ્ઞાનિકની ઢબથી સમજાવવામાં આવે છે ત્યા દ્રવ્યસામાન્યનું સ્વરૂપ જે અલૌકિક શિલીથી સિદ્ધ કર્યું છે તેને ખ્યાલ વાચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવા અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું આ દ્રવ્યસામાન્ય નિરૂપણ અત્યંત અબાધ્ય અને પરમ પ્રતીતિકર છે એ રીતે દ્રવ્યસામાન્યના જ્ઞાનરૂપી સુદઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ દેહાદિકને કર્તા-કારયિતા-અનુમંતા નથી એ હકીકત, જીવને પુદ્ગલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસ ચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષય અતિ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામા સ્વ-પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા અધિકારમા વીતરાગપ્રણીત દ્રવ્યાનુયેગનું સત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક સિદ્ધાન્તને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે એને ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને “જૈનદર્શન જ વસ્તુદર્શન છે” એમ લાગ્યા વિના રહેતું નથી વિષયનું પ્રતિપાદન એટલું પ્રૌઢ, અગાધ ઊડપવાળું, મર્મસ્પશી અને ચમત્કૃતિમય છે કે તે મુમુક્ષુના ઉપયોગને તીક્ષણ બનાવી શ્રતરત્નાકરના ગભીર ઊંડાણમાં લઈ જાય છે, કેઈ ઉચ્ચ