________________
આ પુસ્તકમાં નવું કશું જ નથી પૂજ્યપાદ્શી દ્વારા લેખીતસંપાદિત શ્રી નવકારના પુસ્તકોના લેખોને માત્ર વિષય અનુસાર ગોઠવવાનું જ કામ કર્યુ છે. જેનો હેતુ પુસ્તકની ઉપયોગીતા વધે - વાચક સાધક વર્ગ ને સરળતાથી સમજ પડે એ છે.
પુસ્તકની ઉપયોગીતા વાચકો-આરાધકો પોતે જ નક્કી કરશે. પુસ્તકનુ વાંચન કરતાં કોઇ કોઇ પુણ્યાત્મા શ્રી નવકારમાં તન્મય-એકાકાર બની જાય તેમાં જ આ પુરુષાર્થની સફળતા માનીશ.
આ પુસ્તક સંપાદન કાર્યમાં સહભાગી બનનાર વિનેય મુનિશ્રી ઋષભચંદ્રસાગર, બાલ મુનિશ્રી અજિત ચંદ્ર સાગર, મુનિશ્રી સંભવચંદ્રસાગર તથા શ્રી ચંપકલાલ ટી ખોખર(ઊંઝા) શ્રી જયંતિભાઇ(માસ્તર અમદાવાદ)ની પણ સ્મૃતિ અત્રે ઉલ્લેખનીય છે.
નવદીવસીય શ્રી નમસ્કાર મહામંત્રનુ યૌગિક-માંત્રિક અનુષ્ઠાનનું વિધાન દર્શાવતી પુસ્તિકા “મહામંત્રની આરાધના” નામે પૂર્વે પ્રકાશિત થયેલ. જેનવકારની સામૂહિક આરાધના માટે અત્યંત ઉપયોગી હોવાથી “શ્રી નવકારનો સાક્ષાત્કાર કરાવતું વિધાન” નામે અલગ પ્રકાશિત થઇ ગયેલ છે તેથી તેનો સમાવેશ અત્રે કરેલ નથી.
સંપાદન કાર્યમાં પૂર્ણ ચોકસાઇ રાખવા છતાં છદ્મસ્થ અવસ્થાએ કંઇ પણ ક્ષતિ રહી હોય તેની ક્ષમાયાચના.
-ગણી નયચંદ્રસાગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org