________________
ચ કરવી. હું સ્વયં આ આચાર પાળું છું કે નહિ? જો ના? તો મારી ભૂલ છે. મારે શક્તિ ફોરવીને આચારપાલન કરવું જોઈએ.”
હા ! જ્યાં જયાં એ આચારોનું સખત મંડન અને ખોટા આચારોનું ખંડન કરેલું છે એ માત્ર એ આચાર પાળવા માટે આપણો ઉત્સાહ વધે એ માટે છે, નહિ કે એ આચાર ન પાળનારાઓ ઉપર દ્વેષ પ્રગટાવવા માટે ! જેમ “શુભભાવો વિનાની ક્રિયા એ તુચ્છ છે.” એ શબ્દો ક્રિયા પ્રત્યે ધિક્કાર જન્માવવા માટે નથી, પણ માત્ર ને માત્ર શુભભાવ લાવવા પ્રત્યે ઉત્સાહ
પ્રયત્ન વધે એ માટે છે. એમ અહીં પણ એ સ્પષ્ટ સમજી રાખવું કે તે તે આચારોના મંડનમાં - વિપરીત આચારોના ખંડનમાં એક v માત્ર આશય આ જ છે કે એ મંડન-ખંડનના વાંચનથી આપણો એ આચારો પાળવાનો, વિપરીત આચારો છાંડવાનો ઉત્સાહ વધે. , * જેઓ આવા ઉત્સર્ગમાર્ગના આચારો જાણીને એ આચારો નહિ પાળનારાઓ પ્રત્યે દુર્ભાવ-તિરસ્કારવાળા બને છે, તેઓ | એ શિથિલો કરતા પણ વધુ નુકસાન પામે તો એમાં જરાય આશ્ચર્ય નથી. ખોટા આચારવાળાને સદાચારી બનાવવા માટે એના
ઉપરની ઉપકાર બુદ્ધિથી બહારથી ઠપકો હજી અપાય, કડક વચનો હજી કદાચ બોલી શકાય પણ અંતર તો એ વખતે ક્રોધ૩ તિરસ્કાર-અરુચિ-ધિક્કારભાવથી રહિત જોઈએ જ.
પરિસ્થિતિને અનુસાર તે તે કાળના ગીતાર્થ મહાપુરુષો આચારમર્યાદાઓમાં પણ ઉચિત ફેરફારો કરતા હોય છે. એટલે મા, આ ગ્રન્થમાં જણાવેલી આચારમર્યાદા કરતા વર્તમાનમાં કોઈ જૂદી આચારમર્યાદા દેખાય તો એમાં વ્યામોહ ન કરવો. જુદી દેખાતી આચારમર્યાદા તો બહુ ગીતાર્થોએ માન્ય રાખેલી હોય તો વર્તમાનમાં એ જ વધુ હિતકારી જાણવી અને એ જ પ્રમાણે પ્રવૃત્તિ આદરવી. જૂની આચારમર્યાદા જાણી બહુગીતાર્થમાન્ય નવી આચારમર્યાદાનો લોપ વિરોધ કરવો એ તદન અનુચિત છે.
ક
-
's
A
B