________________
તે પદાર્થોમાં મતભેદો છે.
આ ૮ કારણોસર મારી વૃત્તિમાં ભૂલો સંભવવાની, સુવિવેકીઓને હું પ્રાર્થના કરું છું કે મારા લખાણમાં જે પદાર્થ તમને શાસ્ત્રાનુસારી લાગે, એ જ ગ્રહણ કરજો. મેં લખેલો જે પદાર્થ શાસ્ત્રાનુસારી ન લાગે એ ગ્રહણ નહિ કરતા.
આ મારા લખાણમાં જે ભૂલો હોય તે દૂર કરીને કૃપાલુ મહાપુરુષો મને સંસાર કારણભૂત એવી ખોટીપ્રરૂપણાના પાપથી vબચાવજો , પણ મારાથી કંઈ ખોટું લખાયું હોય તો પણ મને ક્ષમા કરશો, કેમકે મેં આ જે કંઈપણ લખ્યું છે, એ “સંયમીઓને
| ઉપકારી થશે” એવા એકમાત્ર શુભભાવથી લખેલું છે. “મેં લખેલા પદાર્થો સાચા જ છે.” એવો મારો કોઈ જ આગ્રહ નથી. મા “મારી ભૂલો હોઈ જ શકે છે” એવું હું સ્પષ્ટ માનું છું.
પણ એટલું ખરું કે કોઈપણ પદાર્થને ઝટઝટ ખોટો કહેવાની ઉતાવળ ન કરશો. મધ્યસ્થબુદ્ધિથી બરાબર વિચારીને પણ નિર્ણય કરજો, કેમકે મારું આ લખાણ શ્રી દ્રોણાચાર્ય વગેરે બુદ્ધિમાન પુરુષોએ માન્ય રાખેલું છે. -
એ મહાપુરુષે પોતાની વૃત્તિ માટે આ જે કંઈ કહ્યું, આ ભાષાંતર માટે મારે પણ અક્ષરશઃ એ જ કહેવાનું છે. આવા ગીતાર્થમૂર્ધન્ય મહાપુરુષ પણ જો નિખાલસતાપૂર્વક પોતાની ભૂલો હોવાની સંભાવના સ્વીકારતા હોય, તો મારા જેવાની તો શી વિસાત ?
એ નક્કી છે કે આ ભાષાંતરમાં જે કંઈપણ લખેલ છે, એમાં ક્યાંય કદાગ્રહ નથી. ગીતાર્થ મહાપુરુષો એ ભૂલો કાઢીને - મારા ઉપર ઉપકાર કરે એવી નમ્ર પ્રાર્થના છે. અને એ ભૂલો તરફ ધ્યાન દોરે એવી નમ્ર વિનંતિ છે