________________
એના પદાર્થો ગુઢ હોવાથી સંયમીઓ માટે એનો અભ્યાસ મોટાભાગે કપરો બન્યો હતો. પરિણામે સાધુજીવનના આચારોની સમજણ મળતી ન હતી, પરિણામે આચારપાલન, સંયમમસ્તી....માં ઊણપ પણ અનુભવાતી હતી. જો આનું વ્યવસ્થિત ભાષાંતર કરાય, તો એના આધારે અનેકાનેક સંયમીઓ શરૂઆતમાં જ એનો અભ્યાસ કરી શકે. એ સાધ્વાચારોને જાણીને જીવનમાં અપનાવી શકે. આચારસંપન્ન બની, પરિણતિસંપન્ન પણ બની શકે.
જો ભાષાંતરસહિત આ ગ્રન્થ તૈયાર ન કરવામાં આવે તો સેંકડો-હજારો સંયમીઓ પોતાના મૂળભૂત આચારોથી અજાણ જ રહે, પરિણામે આચારનું પાલન પણ ન કરી શકે તો આચારોના પાલન વિના પરિણતિને શી રીતે સાધી શકે ? » એટલે વર્તમાનસંયમીઓને નજર સામે રાખીને, એક માત્ર એમના પ્રત્યેના સાધર્મિક વાત્સલ્યથી પ્રેરાઈને આ સાહસ
કર્યું છે. કદાચ કોઈકને આ ભાષાંતરથી લાભ થાય કે ન થાય પણ મને તો આ શુભ ભાવથી, જિનાજ્ઞાનું પરિશીલન કરવાથી પુષ્કળ કર્મક્ષય પ્રાપ્ત થવાનો જ છે.
ખુદ નવાંગીવૃત્તિકાર મહર્ષિએ શ્રીસ્થાનાંગવૃત્તિમાં અંતે કહ્યું છે કે – મારી આ વૃત્તિમાં ભૂલો હોવાની સંભાવના છે જ. કેમકે, (૧) મારી પાસે સુંદર સંપ્રદાયથી અક્ષત આવેલા પદાર્થો નથી. (૨) સમ્યક ચિંતનનો અભાવ છે. (૩) મેં કંઈ
બધા જ સ્વશાસ્ત્રોનો અને બધા પરશાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી. (૪) જે સ્વ-પરશાસ્ત્રો વાંચ્યા છે, એ બધાના પદાર્થો યાદ રાં નથી. કેટલાક પદાર્થો ભૂલાઈ પણ ગયા હોય. (૫) વાચનાઓ = પાઠાંતરો અનેક છે. (૬) આ આગમો જે પુસ્તકોમાં
લખાયેલા છે, એમાં અશુદ્ધિઓ પણ છે. (૭) સૂત્રો સ્વયં અતિગંભીર છે. એટલે એનો અર્થ સમજવો અઘરો છે. (૮) તે
१५