Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પુરુષાર્થ પ્રગટ થાય છે. એક રીતે કહીએ તો, મહાપુરુષના અભાવમાં તેમનું જીવનચરિત્ર તેમના પ્રત્યક્ષ સમાગમ જેટલું જ સુખ અને આનંદ આપે છે.
અન્ય પ્રાણીગણની અપેક્ષાએ મનુષ્ય એવું પ્રાણી છે કે શીધ્રા સર્વતુ ગ્રહણ કરી શકે છે. માનવીનું પ્રધાન લક્ષણ વિવેક-સારાસાર વિચારવાની શકિત છે. વાંચનમાં આવતાં સારા યા ખરાબ પ્રસંગનું ચિત્રણ તેના હૃદય પર થઈ જાય છે અને સંસ્કારી બને આત્મા વિકાસ અને પ્રગતિકારક તને જલ્દી સ્વીકારી લે છે. સારું વાચન યા તે સારા અનુસરણની છાપ તેના કમળ અંતરપટ પર પડે છે અને તેને અનુલક્ષીને તેના જીવનવ્યવહારમાં ધાર્મિક ભાવના દૃષ્ટિ. ગોચર થાય છે. સંતપુરુષોના જીવનચરિત્રથી બુદ્ધિ કેળવાય છે અને ધીમે ધીમે કેળવાયેલી બુદ્ધિ છેવટે મનુષ્યને સાધ્યબિંદુ-મોક્ષ પ્રતિ આકર્ષી જાય છે.
આધુનિક સમયમાં વાચનને શાખ વળે છે પરંતુ નીતિ, સદાચાર, વિવેક કે વિનયનું દિગદર્શન કરાવનારા જીવનચરિત્રાનું સ્થાન કલ્પિત નવલકથાએ ઝડપી લીધું છે. મનુષ્યહૃદય લાગણીઓથી ભરપર છેઃ ક્ષણે-ક્ષણે નવીન તરંગે અને અવનવી વૃત્તિઓ તેના હૃદયપ્રદેશમાં ઉત્પન્ન થાય છે અને તેની અસર તેના વર્તન, ક્રિયા અને અભિલાષાઓ ઉપર થાય છે. જે પ્રકારનું વાચન તેના હૃદયને કબજો મેળવે છે તેવા પ્રકારને તેને જીવનવ્યવહાર ઘડાય છે અને તેટલા જ ખાતર જીવનને સદાચારી, શ્રદ્ધાળુ અને ન્યાય-નીતિપરાયણ બનાવવા માટે આવા મહાપુરુષોના ચરિત્રોની આવશ્યક્તા છે. જીવનચરિત્રામાં હૃદયને આકર્ષવાની અગર તે વાચકના હૃદય પર ધર્મજીવનની સચોટ છાપ પાડવાની શક્તિ રહેલી છે. આપણે ઘણા કથાનકોમાં વાંચીએ છીએ કે બાલવયમાં આનંદ, પ્રેમ, શૌર્ય કે ભક્તિના અમીપાન પીનાર વ્યક્તિએ ભવિષ્યમાં તેની મહત્ત્વકાંક્ષાના બળે તે તે ક્ષેત્રમાં અમર નામના પ્રાપ્ત કરી છે. અમે પણ આ જ કારણને અનુલક્ષીને આ મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર પ્રકાશિત કર્યું છે.
બીજી સંસ્થાઓએ અત્યારસુધી શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, ચંદ્રપ્રભા ચરિત્ર, વાસુપૂજ્ય ચરિત્ર, વિમળનાથ ચરિત્ર, શાંતિનાથ ચરિત્ર, નેમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com