Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
આ દિવ ચ ન
જેન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેચાયેલી છે. દ્રવ્યાનુગ, ચરણકરણનુગ, ગણિત નુગ અને કથાનુમ. આ ચારે અનુયોગ પૈકી કથાનુયોગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કથાનુયોગ દ્વારા સામાન્ય આમસમૂહ પણ સહેલાઈથી સદાચાર અને સંસ્કારિતાના સુંદર બોધપાઠ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત કથાનુવેગ વાચકના હૃદયને આકર્ષી લઇ તેને અંતઃકરણ પર શાસ્ત્રીયતાની ધર્મભાવનાની સચોટ અને તાત્કાલિક અસર ઉત્પન્ન કરી શકે છે.
આ હેતુને લક્ષમાં રાખીને જ સાહિત્ય પાસક સમર્થ જેને સાહિત્યસ્વામીઓએ થાનુગમાં વિશેષ રચના કરી છે અને ઉપલબ્ધ સહિય-ભંડારનો પાસે ટકા જેટલો ભાગ કથાનુયોગને જ મળી આવશે. સામાન્ય વાર્તાને પણ કથા કહી શકાય, પરંતુ આકાશપટમાં પ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણ હોવા છતાં, સૂર્ય અને ચંદ્ર જ ગણનાપાત્ર છે તેવી રીતે સાહિત્ય-ગગનમાં, ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ તેમજ નવ બળદેવ એ
શઠ શલાકા પુરુષના જીવનચરિત્ર અને તેમાં પણ શ્રી તીર્થકરોના ચરિત્રો ચંદ્ર-સૂર્યનું સ્થાન રોકે છે.
પ્રતાપી અને મહાપુરુષના જીવનચરિત્ર જેવી પરોપકારક વસ્તુ બીજી ભાગ્યે જ સાંપડે છે. દેશના-ભરપૂર અને સદાચાર શીખવતા જીવનચરિત્રોથી પ્રાણીઓને આત્મભાન થાય છે અને અત્યાર સુધી અંધકાર-અટવીમાં આથડતાં પ્રાણીને પ્રકાશમય પથ નજરે પડે છે, નિરાશ બનેલ કે મહાવિહીન હદયમાં આશાનું પુનઈવન થાય છે અને મહત્વાકાંક્ષા પ્રગટવા સાથે તેને અવરાઈ ગએલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com