SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આ દિવ ચ ન જેન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેચાયેલી છે. દ્રવ્યાનુગ, ચરણકરણનુગ, ગણિત નુગ અને કથાનુમ. આ ચારે અનુયોગ પૈકી કથાનુયોગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કથાનુયોગ દ્વારા સામાન્ય આમસમૂહ પણ સહેલાઈથી સદાચાર અને સંસ્કારિતાના સુંદર બોધપાઠ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત કથાનુવેગ વાચકના હૃદયને આકર્ષી લઇ તેને અંતઃકરણ પર શાસ્ત્રીયતાની ધર્મભાવનાની સચોટ અને તાત્કાલિક અસર ઉત્પન્ન કરી શકે છે. આ હેતુને લક્ષમાં રાખીને જ સાહિત્ય પાસક સમર્થ જેને સાહિત્યસ્વામીઓએ થાનુગમાં વિશેષ રચના કરી છે અને ઉપલબ્ધ સહિય-ભંડારનો પાસે ટકા જેટલો ભાગ કથાનુયોગને જ મળી આવશે. સામાન્ય વાર્તાને પણ કથા કહી શકાય, પરંતુ આકાશપટમાં પ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણ હોવા છતાં, સૂર્ય અને ચંદ્ર જ ગણનાપાત્ર છે તેવી રીતે સાહિત્ય-ગગનમાં, ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ તેમજ નવ બળદેવ એ શઠ શલાકા પુરુષના જીવનચરિત્ર અને તેમાં પણ શ્રી તીર્થકરોના ચરિત્રો ચંદ્ર-સૂર્યનું સ્થાન રોકે છે. પ્રતાપી અને મહાપુરુષના જીવનચરિત્ર જેવી પરોપકારક વસ્તુ બીજી ભાગ્યે જ સાંપડે છે. દેશના-ભરપૂર અને સદાચાર શીખવતા જીવનચરિત્રોથી પ્રાણીઓને આત્મભાન થાય છે અને અત્યાર સુધી અંધકાર-અટવીમાં આથડતાં પ્રાણીને પ્રકાશમય પથ નજરે પડે છે, નિરાશ બનેલ કે મહાવિહીન હદયમાં આશાનું પુનઈવન થાય છે અને મહત્વાકાંક્ષા પ્રગટવા સાથે તેને અવરાઈ ગએલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy