________________
: ઇ : અભૂત અખતરે અજમાવ્યો. કલિંગ વિજય પછી અશકને આ માર્ગ સિવાય બીજો રસ્તો જ નહોતો. તેની રાજનીતિ અને વિચક્ષણ બુદ્ધિની આકરી કસોટીના આ સંગોમાં “ધર્મવિજય’ અનિવાર્ય હતો. સ્થળે સ્થળે શિલાલેખો દ્વારા પિતાની ઉચ્ચ વૃત્તિ દેખાડી અને ધર્મપ્રચાર માટે દેશવિદેશ બૌદ્ધ ભિક્ષુઓને મોકલવામાં પણ આ જ ધ્વનિ અંતર્ગત હતો. પિતાને સમસ્ત પ્રાણુ નિચોવી અને શેષ આયુષ્ય પર્યત સામ્રાજ્યને ટકાવી રાખવા માટે અશોકે પોતાના પુર્વજીવનની હિંસક વૃત્તિને ત્યાગ કર્યો અને સંયમી બન્યો.
અહિંસાના સિદ્ધાંત પર રચાએલ “ધર્મવિજય ' એ યુગમાં પણ ગાંધીજીના અહિંસાના શસ્ત્ર એટલે જ સચોટ અને વિજયી નીવડે અને વિશ્વની અન્ય પ્રજાએ અશોક પર મંત્રમુગ્ધ બને એ સ્વાભાવિક છે. આ રીતે શ્રી સુશીલની નૂતન દષ્ટિ મુજબ, પોતાના સામ્રાજ્યના સંરક્ષણ માટે અશકની ઉત્કૃષ્ટ કક્ષાની ચાણક્યબુદ્ધિએ જ વિશ્વના ઇતિહાસમાં અદ્વિતીય એવી ચેજના “ધર્મવિજય” દ્વારા ઘડી કાઢી. પૃથ્વીના પટ પર ભૂતકાળમાં ફેલાએલાં અને વર્તમાનકાળમાં દષ્ટિગોચર થતાં સામ્રાજ્યના રાજનીતિજ્ઞોને અહિંસા અને ધર્મના અન્ય સિદ્ધાંતમાં એટલી અચળ શ્રદ્ધા ન હોવાથી અશોકના જેવું ધીરગંભીર સાહસ કરવા કરતાં ધમકી, કાવાદાવા, જાસૂસી, વૈજ્ઞાનિક શોધખોળ, કેલકરાર ઠરાવો, વાટાઘાટ વગેરેમાં જ પોતાની બધી શક્તિ ખચી, પિતાનું સામ્રાજ્ય સ્થિર રાખવા પ્રયાસ કરે છે. આશેકના “ધર્મવિજય” પાછળ જે વિચારશીલ રાજનીતિ અને ચિરંતન તો છૂપાયાં છે તેને સૂક્ષ્મ અભ્યાસ કરવાને બદલે કલિંગયુદ્ધ અને અશોકને “ધર્મવિજય’ એ બે અકસ્માતને જોડી દઈને ઇતિહાસકારોએ એવી કલ્પના ઘડી કાઢી કે કલિંગના સંહાર પછી અશોકનો જીવનપલટે થયો. વસ્તુતઃ
શ્રી સુશીલની વિચારસરણી મુજબ તેમાં અશોકની સામ્રાજ્યલિસાના - સતિષ માટે અનિવાર્ય વિચક્ષણ ચાણક્યનીતિ જ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com