________________
દેશસ્થિતિ
[ ૧૧૫]
પહેરતી. અલંકારના વિષયમાં કેટલું મોટું પરિવર્તન થયું છે તેની તુલના કરવામાં કેટલીક મૂર્તિઓ મદદ કરે છે. ધર્મજીવનના તેમજ રેજના વ્યવહારજીવનનાં ઘણું દશ્ય અહીં અંકાયેલાં છે. ભક્તજનના નૃત્ય-કીર્તન તથા ધ્યાન-સમાધિ સાથે મોટા વરઘોડાએના દેખા પણ અહીં રેખાઓની અંદર ઊતર્યા છે.
ઉદયગિરિની રાણી હંસપુરવાળી ગુફામાં બીજા તીર્થકરોની જીવનધટનાઓ સાથે ભગવાન પાર્શ્વનાથના કેટલાક જીવનપ્રસંગો આલેખાયા છે. ગણેશગુફા પણ મોટે ભાગે જૈન ઘટનાઓથી ભરપૂર છે.
બાબુ મનમેહન ગાંગુલી નામના એક વિદ્વાને આ બધા ! પ્રાચીન અવશેષ-ગુફાઓ વિગેરેના સંબંધમાં એક સરસ પુસ્તક લખ્યું છે. એમણે ગુફાના આકાર વર્ણવવા ઉપરાંત કઈ કઈ ગુફામાં કેટલી ઊંચી મૂર્તિઓ આવેલી છે અને તે કેની કોની હવા ગ્ય છે તે વિગતવાર સમજાવ્યું છે. મુનિશ્રી જિનવિજયજીએ પિતાના પ્રાચીન જૈન લેખ સંગ્રહના પ્રથમ ભાગમાં એનું અવતરણ આપેલું હોવાથી એ વિષે અહીં પુનરૂક્તિ કરવાનું યોગ્ય નથી ધાર્યું. ઉદયગિરિનું મૂળ નામ કુમારપર્વત હોય અને ખંડગિરિનું નામ કુમારી પર્વત હોય એમ પણ એક વિદ્વાને પુરવાર કર્યું છે. ૧ભા-૧૧મા સૈકા સુધી આ બને પર્વતે કુમાર-કુમારી પર્વતના નામે જ ઓળખાતા. ખારવેલે શ્રમણની જે પરિષદ્ ભર્યાનું કહેવાય છે તે આ ખંડગિરિ જ હો જોઈએ.
ભુવનેશ્વરની દક્ષિણે, દયા નદીને કિનારા ઉપર ધૌલી ગિરિ આવેલ છે. કલિંગની પ્રાચીન રાજધાની તેષાલીને અપભ્રંશ ધૌલીરૂપમાં પરિણત થયો હોય એવું કેટલાક વિદ્વાનોએ અનુમાન ઉપજાવ્યું છે. તેષાલી ઈતિહાસપ્રસિદ્ધ છે. તોષાલીપુત્રના નામથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com