Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 170
________________ [ ૧૧૪ ]. કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ. મહારાજા ખારવેલના સમયમાં હાથી ગુફા, સ્વર્ગપુરી ગુફા, મંચપુરી ગુફા, સર્પ ગુફા, વ્યાધ્ર ગુફા, જળેશ્વર ગુફા, અને હરિદાસ ગુફાનું નિર્માણકાર્ય ચાલેલું હોવું જોઈએ. ખારવેલની પહેલાં પણું ઘણું ગુફાઓ હતી. નંદ-રાજાઓના સમય પહેલાં અહીં કેટલીક ગુફાઓ હોવાના પુરાવા મળે છે. નંદ સમય પહેલાની એક જૈન ગુફામાં કેટલાક મુનિઓ રહેતા. સામાન્ય રીતે એવું અનુમાન કાઢવામાં આવ્યું છે કે ઈ. સ. પૂર્વે ત્રીજા-ચોથા સિકામાં ખંડગિરિ તથા ઉદયગિરિની ગુફાઓથી આરંભ થયો હશે. ઇ. સ. પૂર્વેના પહેલા-બીજા સૈકામાં આવી શરૂઆત થઈ હોય એમ પણ કેટલાકે માને છે. પાછળના કેસરી રાજાઓએ થેડી ગુફાઓ છેદાવી છે, પણ ભુવનેશ્વર અને કેષાર્કના જેવી સુક્ષ્મ કળા એમાં ઊતરી શકી નથી. એટલું છતાં આ બધી ગુફાઓનું અવલોકન કરવાથી, કલિંગને ગળથુથીમાંથી જ શિલ્પકૌશલ્ય મળ્યું હોય એવી પ્રતીતિ જન્મ છે. કૂશળ કારીગરેએ સર્જેલી આકૃતિઓ, માનવ હૃદયના સુંદર સૂક્ષ્મ ભાવ પ્રકટ કરે છે. આશા, નિરાશા, આવેગ, ઉત્સાહ અને ધ્યાનપરાયણતા જેવા દૈવી ભાવોને પણ આ કારીગરોએ સ્થાયી આકાર આપવામાં અજબ સફળતા બતાવી આપી છે. પશુસૃષ્ટિ તેમ જ વનસ્પતિની લીલાને પણ એમણે અવગણું નથી. આત્માને સ્વાભાવિક ઉલ્લાસ અને જીવમાત્ર પ્રત્યેની સહાનુભૂતિ અહીં આકૃતિઓમાં તરવરે છે. બહુ પ્રાચીન સમયના જીવનનાં પ્રતિબિંબ પણ આ ગુફાઓના શિપમાં મૂર્તિમાન બન્યાં છે. આજના વસ્ત્ર-પરિધાનમાં અને જૂના કાળના વસ્ત્રવિન્યાસમાં બહુ લાંબો ફરક નથી જણાતું. એ વખતે પણ પુરૂષો ઘુંટણ સુધીની છેતી અને સ્ત્રીઓ પાતળી સાડીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186