________________
( ૧૨૬ ].
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
યુદ્ધ પછી કલિંગમાં બૌદ્ધ ધર્મને ખૂબ વેગ મળી ગયા.
ખંડગિરિ તથા ઉદયગિરિની જૈન ગુફાઓના અનુકરણમાં અશોકે કટક જિલ્લાના આસિયા પહાડ તથા બાલેશ્વર જીલ્લાના કુમારી પર્વતમાં બોદ્ધ ભિક્ષુઓના આશ્રય માટે ઘણીખરી ગુફાઓ બનાવરાવી. કલિંગની રાજધાની લેવાલી પાસે ધૌલીગિરિ તથા દક્ષિણ કલિંગની રાજધાની બૈગઢમાં અશકે અગીઆર આજ્ઞાઓ શિલાલિપિના આકારમાં કોતરાવી છે.
બૌદ્ધ ધર્મને જ્યારે રાજાશ્રય હતા અને એને પ્રતાપ ચડતા સૂર્યની જેમ તપી રહ્યો હતો ત્યારે પણ બૌદ્ધ ધર્મ અને શ્રમણ સંસ્કૃતિને કેઈની સાથે અથડામણ થઈ હેય એવી એક ઘટના નથી બની. મહારાજા અશોકના સમયમાં બૌદ્ધ ધર્મને જુવાળ હિંદની દશે દિશાઓમાં ફરી વળ્યું હતું, પરંતુ પ્રતિસ્પધી ધર્મ સંપ્રદાયોને એણે કંઈ હાનિ કરી હોય એમ નથી લાગતું. સંસ્કૃતિઓ જે શાંતિ, ઔદાર્ય અને જનકલ્યાણની ભાવનામાંથી પોતાનું પોષણ મેળવે છે તેને જ એ બધું આભારી છે એમ કહીએ તો ચાલે.
સમ્રાટ અશોકના અવસાન સાથે બૌદ્ધ ધર્મનું તેજ પણ ઝાંખુ પડતું જણાય છે. જાણે કે મૂળ પ્રકાશ મળતા બંધ પડતો હેય અને પરાવલંબી નક્ષત્રો નિસ્તેજ બનતા હોય એવું દશ્ય ખડું થાય છે. અશોકના અવસાન પછી કલિંગમાં જૈન ધર્મને એક મહાન જ્યોતિર્ધર ખારવેલના રૂપમાં પ્રકટે છે. લાંબા અને ભયંકર દુકાળની અસરથી દુર્બળ બનેલા જૈન ધર્મને એથી નવું બળ મળે છે. કલિંગ જૈન શ્રમણનું એક પુનિત આરામધાન બને છે. ખારવેલ પિતે જીવનના છેલ્લા દિવસોમાં ઉદયગિરિના જૈન શ્રમણે પાસે રહેવા એક ગુફામાં આશ્રય લે છે. ખારવેલના અવસાન સાથે ચિત્ર વંશને અને જૈન શાસનને ઝળહળતો સૂર્ય અસ્તાચળે ઉતરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com