________________
[ ૧૨૮ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજા ખારવેલ
એવા દીપકને પવનની એક-બે ઝાપટો ઓલવી નાખે છે. બૌદ્ધ તેમજ જૈન ધર્મમાં વચ્ચે વચ્ચે સમર્થ પ્રભાવ અને તપસ્વીઓ નવું તેલ પુરતા રહ્યા, પરંતુ એનું મૂળ જેમ તે કે’ દિવસનું ક્ષીણ બન્યું હતું. બ્રાહ્મણ ધર્મના પ્રબળ મજામાં કલિંગના બૌદ્ધો તથા નો ઘસડાઈ ગયાઃ અથવા તે વૈદિક સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિની સ્વતંત્ર ધારાઓ પણ સમાઈ ગઈ.
પુરીનું જગન્નાથ મંદિર, કલિંગની ત્રણે પ્રાચીન સંસ્કૃતિઓના સમુચ્ચયનું-સમન્વયનું સ્મારક બની ગયું છે. વૈદિક સંસ્કૃતિના અહીં ભેદભાવ નાશ પામ્યા છે. કેઈ કાઈ કહે છે કે જગન્નાથની પ્રતિમારૂપે વસ્તુતઃ બૌદ્ધ અથવા જૈન મૂર્તિઓ જ ત્યાં પૂજઈ રહી છે. એનો ઈતિહાસ પણ આજે ઉપલબ્ધ નથી. માળવાના ઈન્દ્રધુમ્ન નામના રાજાએ આ જગન્નાથની પ્રતિષ્ઠા કરી દેવાનું કહેવાય છે. પણ એ ઇન્દ્રદ્યુમ્ન કેણુ અને અહીં શા માટે આવ્યો તેનું સૂચન સરખું પણ ક્યાંય મળી શકતું નથી. બાકી જગન્નાથપુરીના મંદિરમાં વૈદિક તથા શ્રમણ સંસ્કૃતિના પ્રકટ-અપ્રકટ અનેક ચિન્હો હેવાનું અનેક અન્વેષકોએ જાહેર કર્યું છે. કલિંગના આજના અભાગ્યમાં જગન્નાથની એક માત્ર સૌભાગ્યરેખા ચમકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com