________________
( ૧૨૨]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ
ખાતર લડવાના પ્રસંગે આવેલા. કલિંગના વેપારીને ક્યાંઈ પણ, કોઈ પ્રકારની નકામી કનગડત ન થવી જોઈએ, એમ કલિંગનરેશ માનતા.
કલિંગના, એ વખતના, ક્યા ક્યા બંદરે વેપારી જહાજોના મથકે હતાં તે વિષે પૂરી હકીકત મળી શકતી નથી. સામાન્યતઃ મછલીપટન, અને કણકનગર એ બે મુખ્ય બંદરેએ ખૂબ નામના મેળવેલી હશે. ગ્રીક લેખક ટેલેમીએ જે ભૌગોલિક વિગત આપી છે તેમાંથી વિદ્વાનોએ એ પ્રકારનું અનુમાન કાઢયુ છે. બમના વેપારીઓએ હિંદના બંદર તરિકે ઘણીવાર એડજિટાનું નામ વાપર્યું છે, પણ એનું અસલ સ્થાન નિશ્ચિત થઈ શકયું નથી. એ સિવાય, કલિંગ પત્તન, ચિલ્કાપુરી, ચિત્રાત્પલા-ચરિત્ર બંદર, હરીશપુર, સુવર્ણરેખા, હિજિલી, તામ્રલિપ્ત વિગેરે કલિંગના બંદરે તે જગજાહેર જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com