________________
(૧૮) દેશ સ્થિતિ. રાજા જે વખતે કાળને ઘડતો હેય-રાજાનાં શૌર્ય, વીર્ય કે ઔદાર્ય ઉપર દેશની સ્થિતિને મેટે ભાગે આધાર રહેતું હોય તે વખતે રાજાઓનાં ઉત્થાન, પતન અને જ્ય-પરાજયને ઇતિહાસમાં કાળા મેટા અક્ષરે ઉલ્લેખ થાય અને એ જ ઇતિહાસને આત્મા મનાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. રાજાને બાદ કરીને પ્રજાની સ્થિતિને યથાર્થ આંક કાઢ એ તે વખતના સંજોગે જતાં બહુ દુર્ધટે કાર્ય ગણાયું છે. રાજા મેટાં સૈન્ય ભેગાં કરે, સૈન્યને જય કે પરાજય અપાવે, તે ઉપરાંત રાજા જ મેટા કિલ્લાઓ, મંદિર, મહેલ બંધાવે, યજ્ઞ-યાગ કે દાન આદિ ધાર્મિક વિધિઓ દ્વારા પિતાની કીર્તિ ફેલાવેઃ એ બધામાં પ્રજાની પ્રતિષ્ઠા પણ સમાઈ જવી જોઈએ એમ મનાતું.
નંદ રાજાઓના શાસનકાળથી કેશરી રાજાઓના શાસન સુધીના લગભગ એક હજાર જેટલા વર્ષોમાં કલિંગની પ્રજાસ્થિતિ કેવી હતી તેમાં કેટલાંક પ્રમાણે લાધે છે. શિલાલેખોમાં, શિલ્પકળામાં, પ્રાચીન ગ્રંથોમાં અને વિદેશી લેખકોના વર્ણને તથા લોકકથાઓમાં પણ થોડે-વધતે અંશે દેશસ્થિતિનાં ચિત્ર આલેખાયાં છે. શિલ્પ, વાણિજ્ય અને બીજી લલિતકળાઓમાં કલિંગની પ્રજા પારંગત હોય એમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com