________________
[ ૧૧૦ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
99
રાજ્ય કયું અને ઉદાયન આ ગુપ્તવંશના સસ્થાપક હતા. આ વશના બારમા રાજા શિવગુપ્તના પુત્ર જનમેજય મહાભવ ગુપ્તે ઉત્કલ ઉપર વિજય મેળવ્યેા અને એણે “ ત્રિકલિ’ગાધિપતિ ” તરિકેનું બિરુદ ધારણ કર્યું. હતુ. કાશલના સેામવંશી ગુપ્તરાજાઓની પછી કલચુરી રાજાના પ્રતાપ જામ્યા. આ કલચુરી રાજાઓએ જબલપુર પાસે ત્રિપુરીમાં પેાતાની રાજધાની સ્થાપી. હૈહય નામની એ જ વંશની એક શાખાએ વિલાસપુરમાં આવેલા રત્નપુરમાં પેાતાની સત્તા જમાવી હોય એમ જાય છે. આ બધી ગડમથલ દરમિયાન કાશલ અને કલિંગ અલગઅલગ પડી જતા દેખાય છે. ઘણી વાર આ રીતે કોશલ છૂટું પડી ગયુ છે, પણ એકદરે ઉત્કલનું જ એ અંગભૂત ગણાયુ` છે.
ચૈત્રવંશના અસ્ત સાથે કલિંગ ઘણા નાના નાના ભાગે માં વહેંચાઇ ગયું હતું. ઉપર જે કોશલનું વન કયું. તેની જેમ કૌગદ પણ કલિંગના એક વિભાગ તરીકે અલગ થઈ ગયું હતું. પહેલેથી જ કલિંગ ત્રણ ભાગમાં વહેંચાયેલુ હોવાથી ત્રિકલિંગના નામથી પ્રખ્યાત થયું છે. કલિંગના ઉત્તર ભાગને ઉત્કલ, દક્ષિણ ભાગને દક્ષિણ કલિંગ યા ગંગગઉડી-કલિંગ અને મધ્યભાગને મધ્ય કલિંગ કહેવાની રૂઢી છે. મૌય અને ચૈત્ર રાજ્યના શાસનકાળમાં આ ત્રિકલિંગ કૈાશલ રાજ્ય સાથે એક અભિન્ન દેશ ગણાતા પણ એ પછીના સમયમાં, ડૂબતા વહાણના પાટિયા છૂટા પડી જાય તેમ આ ત્રિકલિંગ અસ્તવ્યવસ્ત બની ગયું. મધ્યકલિંગ, એ રીતે કોંગદ રાજ્યમાં પરિણમ્યુ
આજના બાણુપુર, ખલ્લિકેટ, આઠગઢ, રણપુર, નવગઢ, ધુમસર વિગેરે ધ્રાંગદ રાજ્યની સીમામાં સામેલ હતા. એની રાજધાની પણ સાલિયા નદીના કિનારા ઉપર હતી. એવું અનુમાન કરવામાં આવે છે કે આજનું ખાણુપુર જ ઘણું કરીને જૂના વખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com