________________
કલિંગની રાજનૈતિક સ્થિતિ
[ ૧૧૧ ]
તની રાજધાની હશે, કારણ કે સાલિયા નદી બાણપુરની વચ્ચે થઈને વહેતી વહેતી, ચિકાની ખાડીમાં મળી જાય છે. કોંગદનિવાસી બહુ સાહસી તથા પરાક્રમી તરીકે ઓળખાઈ ગયા છે. સાતમી શતાબ્દિ સુધીમાં શિલભવ વંશના રાજાઓ કોંગદમાં રાજ્ય કરતા. આ જ વંશમાં માધવવમાં નામનો એક બહુ તાકાતવાન નરેશ થઈ ગયાનું કહેવાય છે. એણે એક રાજસૂય યજ્ઞ પણ કર્યો હતો. એ વંશના અંત પછી કરવંશીય રાજાનું રાજ્ય સ્થપાયું હશે. કોંગદની સ્વાધીનતા વિષે કોઈ ખાસ ઉલ્લેખ નથી મળતો. સાતમી કે આઠમી સદી પછી કોંગદ ફરીવાર કલિંગમાં સમાઈ ગયું હશે.
આજનો મેદિનીપુર જીલ્લો, તામ્રલિપ્ત-રાજ્યના નામથી ઇતિહાસના પાનામાં અંકિત થયો છે. બહુ પ્રાચીન કાળથી લઈને– અશોકના સમયથી માંડીને, મયરગંજના મયુરધ્વજવંશી બત્રીસ રાજાએની સાથે આ તામ્રલિપ્તને સંબંધ રહ્યો છે. તામ્રલિપ્ત પણ ઉત્કલ અથવા કલિંગને જ એક ભાગ ગણાય છે. સમ્રાટ અશોકે, તાગ્રલિપ્તઉપર અધિકાર સ્થાપ્યા પછી અહીં ૨૦૦ ફુટ જેટલો ઊંચા સ્તંભ રોપી લોકોને ધર્મને બેધ આપે હતા.
પ્રાચીન સમયમાં તામ્રલિત યા તુમલુક વ્યાપારને માટે બહુ પ્રસિદ્ધ નગરી હતી. દેશ-વિદેશના ઘણું વેપારીઓ અહીં આવી વિવિધ પ્રકારનાં વસ્ત્ર, રત્ન તથા અન્ન આદિને વેપાર ચલાવતા. સાતમા સૈકાની આસપાસ, અહીં કૈવર્ત–વંશના રાજાઓને રાજઅમલ ચાલતો. મયુરધ્વજની પછી કૈવર્ત વંશના રાજવીઓએ એ અધિકાર પડાવી લીધે લાગે છે. તામ્રલિપ્ત પોતે સ્વતંત્ર હતું કે ખંડિયા રાજ્ય તરિકે પિતાની સત્તા જાળવી રહ્યું હતું તે વિષે જે જોઈએ તે પ્રકાશ હજી મળી શક્યો નથી. બાકી, ઉત્કલ
અથવા કલિંગના એક અંગરૂપ હતું, તે સંબધે મતભેદ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com