Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 174
________________ [ ૧૧૮ ]. કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ. જે પ્રજા દરિયે ખેડે તેની પાસે વાણિજ્યની વસ્તુઓ પણ ભેડાઘણું પ્રમાણમાં જરૂર હોય. દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપરાંત જે વરતુઓ વધે તેને જ નીકાશ પરદેશમાં થાય એવું પ્રથમ આપણે ત્યાં ધોરણ હતું. વળી, હલકી વસ્તુઓ હોય તે બહારના બજારમાં એને સારે ભાવ ન નીપજે. એ ઉપરથી કલિંગમાં પુષ્કળ વેપારની વસ્તુઓ ઘણા સારા સ્વરૂપમાં પેદા થતી હોવી જોઈએ. આ વસ્તુઓના પ્રકાર હજી સુધી નિશ્ચિત થઈ શકયા નથી. સામાન્યતઃ કલિંગમાં વસ્ત્રો મોટા પ્રમાણમાં અને સુંદર બનતાં હોવાં જોઈએ. હીરા, સુવર્ણ, લોઢું આદિ ખનિજ પદાર્થો પણ કલિંગમાં મળી આવતાં હશે. રેશમી વસ્ત્રને સંસ્કૃતમાં “ચીનાંશુક કહેવામાં આવે છે, કારણ કે પ્રથમ રેશમ ચીનમાંથી જ આવેલું. એ પ્રમાણે આંધ્રમાં વસ્ત્ર “કલિંગ” ના નામથી ઓળખાતું. કલિંગનો બીજો અર્થ આંધ્રમાં વસ્ત્ર થતા. આંધ્રનું હાથકંતામણ તથા વણાટ બહુ સૂક્ષ્મ ગણાય છે. એ વિદ્યા મૂળ તો કલિંગમાંથી જ આંધ્રમાં ગઈ હશે. કલિંગના રાજાએ પોતાના દેશમાં બનેલાં વર, બીજા મિત્ર-રાજાઓને ઉપહાર બદલ મોકલતા. એક કલિંગરાજે, અાધ્યાના રાજદરબારમાં આવું એક વસ્ત્ર મેકલેલું. કલિંગના સૂક્ષ્મ વસ્ત્ર વિષે એક એવી લોકકથા ચાલે છે કે એક પુરોહિત, બહુ જ પાતળું વસ્ત્ર પહેરીને રાજસભામાં આવ્યો. રાજાએ એ વસ્ત્રને સભ્યતાવિરુદ્ધ ગણું પુરોહિતને સભામાંથી પાછા ઘેર મોકલ્યો. એ પછી જ્યારે જાડું વસ્ત્ર પહેરીને આવ્યો ત્યારે એને એગ્ય સ્થાન મળ્યું. કલિંગમાં બહુ જૂના સમયમાં રૂ કાંતવાની તથા વણવાની વિદ્યા-કળા કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે? કલિંગના વેપારી મહાજનોએ દૂરના ટાપુઓમાં પિતાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186