________________
ન યુગ.
[ ૨૫ ]
વાતા ઉપર જ એમણે આધાર રાખ્યા છે. જૈન સાહિત્યમાં નંદવંશ વિશે ઘેાડી, પણ કસેાટીમાં ટકી રહે એવી હકીકતા મળે છે. નંદ– રાજાઓએ નિર્માવેલા સ્તૂપના અને સ્તૂપાની અંદર ભંડારેલી સુવર્ણ રાશિની વાત “ દીપમાળાકલ્પ ”માં આવે છે. પુષ્પમિત્ર જે બૌદ્ધો અને જૈનાના પાકે દુશ્મન હતા તેણે આ સ્તૂપે। સુવર્ણની લાલચે ખેાદાવી નાખ્યા હતા.
નંદરાજાએ જૈન હતા—શ્રદ્ધાળુ શ્રાવક જેવા નહિ હોય તા પણ જૈનત્વ વિષે સદ્ભાવ તા જરૂર ધરાવતા હશે. આવા એક નંદ રાજાએ શા માટે કલિંગ ઉપર ચઢાઇ કરી ? ખીજું કઇં નહિ, જૈન મૂર્ત્તિ લઇ જવાનું એને શું કારણ હશે ? કાષ્ઠ જૈનને એ શાભે ? યુદ્ધને એ યુગની એક સામાન્ય મહામારી લેખીએ તે ચાલે. યુદ્ધને અંતે લૂટકાટ પણ એટલી જ સ્વાભાવિક ગણાતી હશે એમ માનીએ. પણ એક જૈન રાજા, બીજા રાજ્યમાંથી જિનમૂર્તિ ઉપાડી જાય એ વાતના મેળ નથી બેસતા. કલિંગમાં મગધના આ આક્રમણ્ વખતે જૈનશાસનને સારા પ્રભાવ હશે, મંદિશ અને મૂર્ત્તિઓથી સમૃદ્ધ હશે એ તે। દેખીતી વાત છે.
વીતભયનગરના રાજા ઉદાયન અને અવંતીના રાજા 'પ્રદ્યોત વચ્ચે પણ જિનમૂર્ત્તિને અંગે એક વાર ભારે સંગ્રામ થયેલે. જિનમૂર્તિઓનુ “ ચમત્કારીપણું ” માટે ભાગે આમાં જવાબદાર હશે. મૂર્ત્તિ માત્ર પૂજાને અર્થે કે નિળ ભાવશુદ્ધિને અર્થે જ હાઇ શકે એ માન્યતા યથાર્થ સ્વરૂપમાં નહિ સમજાઇ હોય એમ પણ બને. મૂર્તિના પ્રભાવે, શાસનદેવા એ દેશનુ સ’રક્ષણ કરવા બંધાયેલા રહે છે એવી જનસમુદાયની પાકી શ્રદ્ધા બંધાઇ ગઇ હશે. મૂર્તિનું અપહરણ દેશનું મેટામાં મેટું દુર્ભાગ્ય મનાતું. કલિંગને શિરે, નંદરાજાના સમયમાં એ કલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com